HomeGujaratલાલપર સબ ડીવીઝનમાં ફરજ બજાવતા મનહરભાઈ નિવૃત થતા વિદાય સમાંરભ યોજાયો

લાલપર સબ ડીવીઝનમાં ફરજ બજાવતા મનહરભાઈ નિવૃત થતા વિદાય સમાંરભ યોજાયો

મોરબીના લાલપર 220 કે.વી. સબસ્ટેશનમાં એ.પી.ઓ. તરીકે ફરજ બજાવતા અને નવા દેવળીયાના વતની મનહરભાઈ કે.નાયકપરા વયનિવૃત થતાં તેમની સેવાને બિરદાવવા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું. સમારંભના અધ્યક્ષ કાર્યપાલક ઈજનેર એ. કે. પટેલના હસ્તે મનહરભાઈ નાયકપરાને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જેટકો ના નિવૃત એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ.એચ મોરડિયા તથા ડેપ્યુટી એન્જિનિયર બી.એન. શેરશીયા, જે.એમ.વિરમગામા, કે.ડી.કારોલીયા , એસ.એચ. દેવામુરારી, એ.કે. સરડવા સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી અને મનહરભાઈ નાયકપરાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને 28 વર્ષ જેટલી લાંબી સેવાઓમાં તેમણે અન્ય કર્મચારીને પ્રેરણા આપે એવી ઉદાહરણરૂપ કામગીરી કરી તે બદલ શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન ગોસાઈભાઈ, ભગદેવભાઈ, જોષીભાઈએ કર્યું હતું અને તમામ કર્મચારી મિત્રોએ મનહરભાઈ નાયકપરા આગામી જીવનમાં સ્વસ્થ અને ખુશહાલ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW