HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)વાંકાનેરના ગુલાબનગર રાજાવડલા પાસેથી બાઈક ચોરી

વાંકાનેરના રાજાવડલા રોડ ગુલાબનગરમાં રહેતા નદીમભાઈ ક્માલભાઈ કુરેશીએ ગત તા.17/06 ના રોજ તેના ઘર પાસે તેનું GJ-03-HM-8544 નંબરનું સ્પેલન્ડર પાર્ક કર્યું હતું.બાદમાં જે પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો.આ બનાવ અંગે નદીમભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

(2)મોરબીના લીલાપર પાસે નોટ નંબરનો જુગાર રમતા બે શખ્સો

મોરબીના લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાન પાસે નોટ નંબરીનો જુગાર રમતા કરણભાઇ દિપકભાઇ સોલંકી અને કાળુભાઇ નાથાભાઇ દેલવાણીયાને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી રોકડા રૂ.- 320 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3)મોરબીના ભડીયાદ ગામે તીનપતીનો જુગાર રમતા બે શખ્સો

મોરબીના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરા પાસે તીનપતીનો જુગાર રમતા વિશીપરાના નિવાસી અહેમદહુસેનભાઈ ઇબ્રાહિમભાઇ ભટ્ટી અને દિનેશભાઇ ઉર્ફે ટીનો કરમશીભાઇ વાઘેલા ને પોલીસે પકડી લીધા હતા.તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.-880 નો જથ્થો મળ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.મોરબી તાલુકા પોલીસે તે બંને શખ્સો સામે ગુનાની નોધ કરી છે.

(4)મોરબીના પંચાસર ચોકડી પાસે દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો,એક ફરાર

મોરબીના પંચાસર ચોકડી પાસે પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વિદેશી દારૂ સાથે આરોપી કાસીમ મુબારકભાઈ ચાનીયા નામના શખ્સને પકડી પાડ્યો હતો, જ્યારે આરોપી સાથે રહેલ અબ્દુલા ઉર્ફે અબુડી આરબ નાસી ગયો હતો.પોલીસે તેની પાસેથી મળેલ એક્ટિવા સહિત 50,300નો મુદ્દામાલ કબ્જે કરી તે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5)વાંકાનેરના સરતાનપર પાસે દેશી દારૂ સાથે શખ્સ પકડાયો

વાંકાનેરના સરતાનપર સીમમાં આવેલ સ્પેન્ટો સીરામીક પાસે દેશી દારૂ હરેશભાઇ વીરજીભાઇ ચાડમીયાને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી મળેલ દેશી દારૂ કુલ રૂ.-340નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW