Tuesday, July 2, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં આવેલ ગેસ એજન્સીઓ અને દુકાનોમાં દરોડા

મોરબી જીલ્લામાં આવેલ ગેસ એજન્સીઓ અને દુકાનોમાં દરોડા

Advertisement

મોરબી જીલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સી અને દુકાનમાં ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ગેસનો વેપલો ચાલતો હોવાની ફરિયાદોને પગલે પુરવઠા વિભાગની ટીમે રેડ કરી હતી અને ત્રણ સ્થળેથી 369 ગેસ સીલીન્ડરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તો એક એજન્સીમાં 1553 કોમર્શીયલ સીલીન્ડરની ઘટ સામે આવતા 7 લાખ ઉપરનો દંડ ફટકારાય તેવી માહિતી પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.

પુરવઠા કચેરી ગાંધીનગર અને મોરબીની ટીમ દ્વારા મોરબી જીલ્લામાં આવેલ ગેસ એજન્સીઓ અને દુકાનોમાં દરોડા કરવામાં આવ્યા હતા જ્યાં ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે LPG ગેસનો વેપલો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રાધે ગેસ એજન્સી ખાતેથી 175 સીલીન્ડર સહીત કુલ રૂ 2,23,520 નો મુદામાલ સીઝ કરાયો હતો કાવ્યા ગેસ એજન્સીમાંથી 43 સીલીન્ડર સહીત કુલ રૂ 6,00,30 ની કિમતનો મુદામાલ સીઝ કરાયો તેમજ ભગવતી એન્ટરપ્રાઈઝમાંથી 151 ગેસ સીલીન્ડર સહીત કુલ રૂ 1,97,050 નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીમાં 5 કિલો નેટ વજનના 1553 કોમર્શીયલ સીલીન્ડરની ઘટ મળતા 7 લાખથી ઉપરનો દંડ કરાય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે,કામગીરીમાં જીલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી અને સઘન તપાસ કામગીરી ચાલતી હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW