HomeGujaratમોરબીના શનાળા રોડ પાસે રિક્ષામાં બેઠેલ પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરનાર બે...

મોરબીના શનાળા રોડ પાસે રિક્ષામાં બેઠેલ પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરનાર બે શખ્સો પકડાયા,બે ફરાર

મોરબીના કૃષ્ણનગર ગામે રાજેશભાઈ કાનગડની વાડીએ રહેતા અને મંજુરી કરતા મૂળ એમપીના વતની શનાળા રોડ માર્કેટ યાર્ડ પાસે ગત તા.-24/06 ના રોજ સવારના આઠ વાગ્યાની આસપાસ ગણપતભાઇ હજારીયા કોળી નામના વ્યકતિને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસી જતા હતા ત્યારે તેની સાથે મુસાફરો જેમ બેઠેલ બે પુરુષ અને એક સ્ત્રીએ  વાતચીત કરી ઉલ્ટી નું બહાનું કરી પેસેન્જરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી રૂ.-50,000ની ચોરી કરી હતી. આ મામલે ગણપતભાઇ એ ચોરી કરનારા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે તપાસ કરતા આજે ફર્લો સ્કોડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ માહિતીના આધારે GJ-03-BX-6186 નંબરની સીએનજી રિક્ષામાં ગુનાને અંજામ આપનાર એક સ્ત્રી કાતાંબેન હરીભાઇ ડાભી અને રિક્ષા ચાલક ઈરફાનભાઈ મહમદભાઈ બુખારી ને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી લીધા હતા.તે બંને આરોપીને પૂછપરછ કરતા તે બંને અને બીજા બે ગયઢો ઉર્ફે ગઢો હરીભાઇ ડાભી અને કીશનભાઇ મગનભાઇ પાંભણીયા નામના આરોપીએ મળી તે ચોરી કરી હતી.પોલીસે આ ચોરીમાં ગયેલ રૂ.-50,000 પાછા રીકવર કર્યા અને આરોપીની રિક્ષા અને તેનો મોબાઈલ સહીત કુલ રૂ.-1,25, 000 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.પોલીસે આ ચાર આરોપી સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW