Thursday, July 4, 2024
HomeGujaratમોરબી ખાણ-ખનીજ વિભાગે અલગ-અલગ બે સ્થળોથી ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પરોને જપ્ત...

મોરબી ખાણ-ખનીજ વિભાગે અલગ-અલગ બે સ્થળોથી ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પરોને જપ્ત કર્યા

મોરબી જિલ્લામાં ખનીજ ચોરી ડામવા ખાણ ખનીજ વિભાગે ગઈકાલે રાતાભેર અને નીચી માંડલ નજીક ચેકીંગ દરમિયાન ફાયર ક્લેની ખનીજ ચોરી મામલે રૂપિયા 90 લાખની કિંમતના ત્રણ ડમ્પર પકડી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચના મુજબ રોયલ્ટી ઇસ્પેક્ટર રવિ કણસાગરા તથા માઇન્સ સુપરવાઇઝર મિતેશ ગોજિયા દ્વારા નીચી માંડલ તેમજ રાતાભેર વિસ્તારમાં ખનીજ ચોરીની ફરીયાદો અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા GJ-36-T-8007 નંબરના ડમ્પરને મોરમ, GJ-36-V-3091 તથા GJ-36-V-2424 નંબરના ડમ્પરને ફાયર ક્લે ખનીજના ગેરકાયદેસર વહન બદલ ઝડપી લઈ રૂપિયા 90 લાખની કિંમતના ત્રણેય ડમ્પરોને સીઝ કરી આગળની નિયમોઅનુસાર કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે તે ત્રણેય ડમ્પરને કબ્જે કરી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW