Tuesday, July 2, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

Advertisement

(1)માળિયાના ખાખરેચી ગામે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ પકડાયો

માળીયાના ખાખરેચી ગામના જુના બસ સ્ટેશન નજીક વર્લીફીચરનો જુગાર રમતો હાર્દિકભાઈ કાંતિભાઈ અઘારાને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ. -300 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)મોરબીના જોન્સનગરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા,એક ફરાર

મોરબીના જોન્સનગર શેરી નંબર 8માંથી આરોપી અખતર ઉર્ફે અસરફ અલ્લારખાભાઈ ઓઠા અને સલીમ ગુલામહુસેન ભટ્ટી જોન્સનગર નામના શખ્સોને GJ-36-W-1034 નંબરની સીએનજી ઓટો રીક્ષામાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 74 બોટલ કિંમત રૂ.-14,045 સાથે ઝડપી લઈ આરોપીને પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી અસલમ માણેક પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે 1 લાખની કિંમતની રીક્ષા તેમજ 5000ની કિંમતના એક મોબાઈલ સહિત કુલ રૂ.-1,19,045ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લઈ દારૂ સપ્લાયરને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

(3)હળવદના માણેકવાડા ગામે દારૂ ચપલા સાથે યુવાન ઝડપાયો

હળવદ તાલુકાના માણેકવાડા ગામે વિદેશી દારૂ ના ચપલા સાથે સવસીભાઇ પભાભાઈ કટોણાને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-600 નો મુદામાલ મળી આવ્યો હતો.જે મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4)મોરબીની નટરાજ ફાટક પાસે ટ્રેને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના નટરાજ ફાટક નજીક આવેલ દરબાર બોર્ડિંગ પાસે ઉત્તરપ્રદેશના વતની છેદીભાઈ હરિવંશરાય પટેલ ઉ.46 નામનો યુવાન ચાલીને જતો હોય તે દરમિયાન ટ્રેન સાથે હડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ઘનશ્યામ પટેલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(5)માળીયાના મોટા દહીંસરા નજીક યુવાનનું બેભાન હાલતમાં મોત

માળિયાના મોટા દહીંસરા થી વવાણીયા ગામ તરફ જતા પહેલી રેલ્વે ફાટક પાસે મોટા દહીંસરા ગામે રહેતા પ્રકાશભાઇ કાનાભાઇ ઇન્દરીયા બે ભાન હાલતમા મળી આવતા ત્યાં આસપાસના લોકો દ્વારા મોરબી સરકારી હોસ્પીટલમા સારવારમા ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે રાહુલભાઇ કાનાભાઇ ઇન્દરીયા એ માળીયા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધી કરી છે.

(6)મોરબીના બંધુનગર ગામ નજીક ટ્રકચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર ઈજા

મોરબીના બંધુનગર ગામની સીમમા ચામુંડા હોટલની પાસેથી ફરિયાદી ઉષાબેન અને તેનો દિકરો એમ બન્ને તેમનુ GJ-36-K-2506 નંબરનું બજાજ કંપનીનુ પ્લેટીના લઇને કારખાનેથી તેમના ઘરે આવતા હતા ત્યારે GJ-12-AU-7033 નંબરનો ટ્રકચાલકે પોતાના હવાલાવાળો ટ્રક આગળ પાછળ તથા સાઇડમા જોયા વગર ફુલ સ્પીડમા ગફલતભરી રીતે વળાંક વાળી લેતા ફરીયાદી તથા તેના દિકરા ધ્રૃવને બાઈક સહીત હડફેટે લઇ રોડમા પાડી દેતા શરીરે છોલછાલ જેવી ઇજા તથા તેના દિકરા સાહેદ ધ્રૃવને જમણા પગમા સાથળના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા કરી એક્સીડન્ટ કરી તે આરોપી ટ્રક રોડની સાઇડમા મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે ઉષાબેને તે ટ્રકચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધવી છે.પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,992FollowersFollow
1,890SubscribersSubscribe

TRENDING NOW