Tuesday, July 2, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

Advertisement

(1) મોરબીના જાબુડીયામાં આવેલ ઢાર વિસ્તારમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ

મોરબી તાલુકાના જાબુડીયા ગામે ઢાર વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ મારતા જાહેરમાં જુગાર રમતી ભાવનાબેન પ્રવિણભાઇ સીતાપરા, શીલ્પાબેન નવઘણભાઇ સીતાપરા, રીટાબેન સંજયભાઇ સીતાપરા અને અંકીતાબેન અશોકભાઇ ઉપાસીયા નામની આ ચાર મહિલાને પોલીસે પકડી લીધી હતી.તે મહિલાઓ પાસેથી કુલ કિંમત રૂ.-2,950 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કર્યો હતો.આ ચાર મહિલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)માળિયાની વનાળીયા સોસાયટીમાં દારૂ સાથે મહિલા ઝડપાઈ

માળીયાની વનાળીયા સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે રેડ મારતા તે સ્થળેથી દારૂ સાથે મુમતાજબેન અબ્બાસભાઈ કટીયાને પોલીસે ઝડપી લીધી હતી.તે મહિલા આરોપી પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-280 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કર્યો હતો.તે મહિલા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3)મોરબીના જોન્શનગરમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ પકડાયો

મોરબીના જોન્શનગર શેરીનં.8 માં વર્લી ફીચરનો જુગાર રમતો શબીરભાઇ ગુલામહુશેન ભટીને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રકમ રૂ.- 270 નો જથ્થો મળી આવ્યો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી છે.

(4)મોરબીના સુભાષરોડ ત્રિકોણબાગ પાસેથી સ્કૂટરની ચોરી

મોરબીના સુભાષરોડ ત્રિકોણબાગ પાછળ નેશનલ દુકાન સામે સામાકાંઠે નિત્યાનંદ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઇ હેનાભાઇ રાઠોડ તેનું GJ-36-M-8666 નંબરનું TVS કંપનીનું જયુપીટર ગત તા.-19/06 ના રોજ પાર્ક કરેલ હતું.બાદમાં તેનું સ્કૂટર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી ગયો હતો.દેવેન્દ્રભાઇને ત્યાં તેનું સ્કૂટર ન મળતા તેને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં સ્કૂટરની ચોરી અંગે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

(5)વાંકાનેર -મોરબી હાઈવે રોડ પર બાઈક વચ્ચે અકસ્માત થતા મોત

વાંકાનેર -મોરબી હાઈવે રોડ નર્સરી ચોકડી પાસે સતાભાઈ પાચાભાઈ મુંધવા ઉ.વ.૭૪ એ તેનું GJ-03-AF-8199 નંબરનું હીરો હોંન્ડા સ્પ્લેન્ડર લઈ વાંકાનેર થી હશનપર પોતાના ઘરે જતા હતા, તે દરમ્યાન બનાવ સમયે બનાવ વાળી જગ્યાએ પહોચતા ત્યા નેશનલ હાઇવે રોડની કટમા સતાભાઈ તેનુ મોટર સાયકલ વળાંક વાળતા હોય તે સમયે આરોપીએ પોતાનું GJ-36-AH-0689 નંબરનું સ્પ્લેન્ડર બાઈક ફુલ સ્પીડમા બેદકારીપુર્વક માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવી જતા સતાભાઈના બાઈકને હડફેટે લઇ અકસ્માત કરતા માથાના ભાગે તથા જમણા પગમા ગંભીર ઈજા પહોચતા ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.આ બનાવ મામલે મરણજનારના દીકરાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તે અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ નોધાવી છે.પોલીસે ફરિયાદ નોધી તપાસ શરુ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW