Sunday, June 30, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો બે શખ્સની ધરપકડ

મોરબીના નવલખી રોડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો બે શખ્સની ધરપકડ

Advertisement

મોરબીના નવલખી રોડ પર  આવેલા લાયન્સનગરમાં રહેતા એક શ્રમિક પરિવાર રાત્રીના સમયે ઘરની છત પર સુતો હતો તે દરમિયાન તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતના રૂ ૧.૬૭ લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી આ બનાવમાં એલસીબીની ટીમેં બે શખ્સને ઝડપી લીધા હતા અને તેની પાસે થી ચોરાઉ મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેના વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા જયેશભાઇ દલપતભાઇ પરમાર ગુરુવારે રાત્રે પરિવાર સાથે ઉપરના માળે સુવા ગયા હતા તે દરમીયાન મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ઘરમાં રાખેલા સર સામાન વેર વિખેરી કરી નાખ્યો હતો તેમજ તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના પર્સ સહીત રૂ ૧.૬૭ લાખની કીમતના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા રાબેતા મુજબ સવારે આવી તેઓએ તપાસ કરતા ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી મોરબી એલસીબી ની ટીમે આરોપીને ઝડપી લેવા વોચ ગોઠવી હતી તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ હાથ ધરી હતી દરમિયાન બનાવની રાત્રે નમ્બર પ્લેટ વિનાની બાઈક સાથે જતા બે શખ્સ સીસીટીવીમાં મળી આવતા તેની ઓળખ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કરતા આં શખ્સ અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઈ સુમરા રહે વિસીપરા ગુલાબનગર તેમજ હૈદર કરીમભાઈ ભટ્ટી રહે રણછોડ નગર વાળાને ઝડપી લીધા હતા આરોપી પાસેથી ચોરાયેલા સોના ચાંદીના દાગીના ઉપરાંત બાઈક સહીત ૧.૯૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઝડપાયેલા બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી અગાઉ ક્યાં ક્યાં ચોરીના બનાવને અંજામ અપાયો છે કેમ અન્ય કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,749FollowersFollow
1,760SubscribersSubscribe

TRENDING NOW