HomeGujaratશાળાઓ શરુ થતા વાલીઓ પર ખર્ચનો બોજ વધ્યો છાત્ર દીઠ 20 હજારથી...

શાળાઓ શરુ થતા વાલીઓ પર ખર્ચનો બોજ વધ્યો છાત્ર દીઠ 20 હજારથી વધુનો ખર્ચ, અન્ય ખર્ચ પર કાપ મુકવા પડ્યા

ફી વધારા ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો વાહન ભાડા સહિતમાં  10થી 15  વધારો આવતા બજેટ ખોરવાયા 

જૂન મહિનો એટલે શાળા કોલેજમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થવા અને નવા શૈક્ષણિક સત્રની શરુઆત  થઈ ગઈ છે અને શાળાઓ શરુ થવા લાગે છે અને શાળાઓ શરુ થતાની સાથે વાલીઓના ખર્ચાઓ પણ શરુ થઇ જાય છે શાળામાં અભ્યાસ કરતા બાળકોના ફી, યુનિફોર્મ, સ્કુલ વાહન સ્ટેશનરી બેગ  સહિતના ખર્ચા પણ સામે આવી જતા હોય છે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાની વાર્ષિક ફી 15 હજાર નિર્ધારિત કરી હોવાથી મોટાભાગની શાળાઓ 15 હજાર ચુકવતા હોય છે તો માધ્યમિક શાળા કોમર્સ આર્ટસ સહિતની અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત પુસ્તકોની1500-2000, મોટાભાગની શાળાઓ રેગ્યુલર યુનિફોર્મ અને સ્પોર્ટ્સ એમ બે  યુનિફોર્મ સૂઝ બેલ્ટ ટાઈ બ્લેઝર સહિતના અલગ અલગ પ્રકારની વસ્તુ મળી 3000થી વધુનો ખર્ચ થાય છે આ ઉપરાંત સ્કુલ બેગ સ્ટેશનરી સહિતના 1000 જેટલો ખર્ચ થાય છે સ્કુલ વાહન ના પણ 1000થી 1500 જેટલા ઉઘરાવે છે આમ એક  છાત્ર દીઠ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનો ઓછામાં ઓછા ખર્ચ 20 હજારથી વધુ છે તો જે પરિવારમાં એક થી વધુ બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય તેવા  વાલીઓ માટે આ મહિનો આખો પગાર ખર્ચ નીકળી જાય તેવી સ્થિતિ બની છે.

આ વર્ષે કોર્ષ બદલતા નવા પાઠ્યપુસ્તકો આવ્યા જેના કારણે ભાવ વધ્યા  
દુકાનદારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકમાં સરકાર દ્વારા એનસી આર ટી કોર્સની સાથે ભાગવત ગીતાના પાઠ ઉમેરવા ઉપરાંત કોર્ષમાં પણ ફેરફાર થયો જેના કારણે પ્રિન્ટીંગ ખર્ચ વધ્યો જેના કારણે   સ્ટેશનરી અને પુસ્તકોમાં ૧૫ ટકા થી 25  વધુનો વધારો નોધાયો છે તો કાચા માલમાં આવેલા વધારાના કારણે  યુનિફોર્મ શુઝ મોજા સહિતની વસ્તુઓમાં પણ 10 થી 12 ટકાનો વધારો નોધાયો છે જેના કારણે  વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે શાળાઓમાં ફી વધારાથી લઇ અન્ય ખર્ચા વધતા વાલીઓને તેમના રોજીંદા ખર્ચમાંથી કાપ મુકવાની પણ ફરજ પડી છે તો જે વાલીઓએ અગાઉથી આયોજન કરી ને રાખ્યુ હતું તેના આ વધારાએ બજેટ ખોરવી નાખ્યું છે 

હજુ પણ શાળાઓ પુસ્તકો અને યુનિફોર્મ માટે ચોક્કસ જગ્યાએ મોકલતા હોવાની રાવ 

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને પાઠ્યપુસ્તક કે અન્ય પુસ્તકો ,યુનિફોર્મ કે ચીજ વસ્તુઓ માટે શાળામાં કે અન્ય દુકાનથી લેવાનું દબાણ ન કરવા તેમજ શાળાના લોગો વાળું બેગ ખરીદી કરવા ફરજ ન પાડવાનો આદેશ કરવા છતાં મોરબીમાં કેટલીય શાળા એવી છે જે તેના સ્વાધ્યાપોથી, એક્સ્ટ્રા વર્કિંગ માટેની બૂકમાં ચોક્કસ સ્ટેશનરીમાંથી  મળે તે પ્રકારની વ્યવસ્થા કરી છે જેના કારણે અન્ય કોઈ સ્થળે વાલીઓ જાય તો પણ તેઓને પૂરતા પુસ્તકો મળતા નથી યુનિફોર્મ માટે પણ મોરબીમાં અલગ અલગ શાળાના એક બે શોપમાં મળે તેવી વ્યવસ્થા હોવાથી વાલીઓ ન છૂટકે ત્યાં લેવા જવું પડે છે.

સ્કુલ વાહન ચાલકોની હડતાળ પૂર્ણ આજથી ફરી વાહનો ચાલશે 

મોરબી સહિત રાજ્યભરમાં આરટીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી અને નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યા હતા જેના પગલે વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને  ટેક્સી અને સ્કૂલ રીક્ષા સહીત 1000 જેટલા વાહનના પૈડા સતત ત્રણ થી ચાર દિવસ  સુધી થંભાવી દીધા બાદ કલેકટરને આવેદનપત્ર આપી નિયમ અમલવારી કરાવવા માગતા હોય પણ પુરતો સમય આપવા માંગણી કરી હતી જે બાદ કલેકટરે આશ્વાન આપતા હવે મંગળવારથી ફરી વાહન રાબેતા મુજબ શરુ કરશે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW