મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં મહા મંડલેશ્વર માં કનકેશ્વરી દેવી દ્વારા સ્થાપિત “શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા સંસ્થા માં નિરાશ્રિત, અસહાય, કોઈ પણ કારણથી પરિવારજનોંની છત્રછાયા થી વંચિત તેમ જ અત્યન્ત જરૂરતમંદ બાળકોનુ સંપૂર્ણ સુરક્ષા, સુવિધા , શિક્ષણ તથા સંસ્કાર સાથે જન્મ થી લઈ ને 18 વર્ષની ઉંમર સુધી સરકારના સમાજ સુરક્ષા વિભાગના નિયમ મુજબ , કોઈ પણ પ્રકારના નાત જાત કે ધર્મના ભેદભાવ વગર લાલન પાલન કરવામાં આવે છે. હાલ માં આ સંસ્થામાં 50 જેટલા બાલક બાલિકાઓની સેવા કરવામાં આવી રહી છે. સદગુરુ વાત્સલ્ય વાટિકાનું સંચાલન “શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પુ. શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

