(1)મોરબીના લાલપર ગામની સીમમાં દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના લાલપર ગામે દારૂ સાથે મહેશભાઈ ધનજીભાઈ સાવરિયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-240 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)વાંકાનેરના ઢુવા ગામે દારૂ સાથે શખ્સ પકડાયો
વાંકાનેરના ઢુવા માટેલ રોડ પાસે દારૂ સાથે કીશનભાઈ બચુભાઈ સાડમીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-300 નો જથ્થો પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનાની નોધ કરી છે.
(3)મોરબીની કબીર ટેકરી પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીની કબીર ટેકરી પાસે દારૂ સાથે મોસીનભાઈ મામદભાઈ કુરેશીને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી મળેલ દેશી દારૂનો કુલ રૂ.-840 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4)મોરબીમાં રૂ.-50 હજારની લેતીદેતી મુદે યુવાન પર બે શખ્સો નો હુમલો
મોરબીના શનાળા શક્તિધામ મંદિર પાસે રહેતા કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને ઘનશ્યામસિંહ છ્ત્રસિંહ જાડેજા નામના આરોપીએ ફોન કરી બોલાવ્યો હતો, અને રૂપીયા પચ્ચાસ હાજર આપવાનું કહી બોલાચાલી કરી હતી.તેમજ તેના હાથમાં રહેલ લાકડાના ધોકા કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને શરીરે માર મારેલ તથા દિગ્વીજયસિંહ છત્રસિંહ આવી જઈ ઘનશ્યામસિંહ છ્ત્રસિંહ જાડેજા નું ઉપરાણું લઇને કપિલસિંહને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી રૂપીયા પચ્ચાસ હાજર નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ શરીરે મૂઢ ઇજા પહોચાડી હતી.કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ શરુ કરી છે.

