HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીની નાની બજાર પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીની નાની બજાર પાસે પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ મારતા દારૂ સાથે સિકંદર ઉર્ફે સિકલો રજાકભાઈ બ્લોચ ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ નો કુલ રૂ.-375 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)મોરબીની શિવપાર્ક સોસાયટીમાં દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબીની શિવપાર્ક સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજાને વિદેશી દારૂ ના જથ્થા સાથે પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલ કુલ નંગ-2 થઇ કુલ રૂ.- 1700 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3)મોરબીમાં માનસીક બીમારી કંટાળી જઈ મહિલાએ આપઘાત કર્યો

મોરબીના વાવડી રોડ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબેન જયસુખભાઇ ઘોરેચા એ છેલ્લા ચાર વર્ષથી માનસિક રીતે બીમાર હતા.તે બીમારીની સારવાર કરાવા છતાં પણ તેની બીમારી દુર તહી નહિ અને તેની દવા ચાલુ હોય જેથી માનસીક બીમારીથી કંટાળી જઈ પોતાની મેળે પોતાની જાતે થી રહેણાંક મકાનના રૂમમા પંખામા સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો.તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી,જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.મહિલાના પતિએ આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધી કરી આગળની તપાસ શરુ કરી છે.

(4) મોરબીના નાગડાવાસ ગામે કોઈપણ કારણોસર પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના નાગડાવાસ ગામે રહેતા પુર્વીબેન સમીરભાઇ કુવાડીયા એ ગત તા.16/06 ના રોજ આશરે છ વાગ્યે પોતાના ઘરે કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા તેના કાકી વિધાબેન દેશાભાઇ બોરીચા દ્વારા સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.અને મરણ જનાર નો લગ્નનો સમય ગાળો 8 વર્ષ નો છે અને સંતાનમા બે દિકરી છે એવું જાણવા મળ્યું હતું.ડો. જી એલ કાલરીયાએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે તેના મુત્યુ અંગે નોધી કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW