(1)મોરબીના વાવડી રોડ પાસે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
મોરબીના વાવડી રોડ કપીલા હનુમાન પાસે જાહેરમાં જુગાર રમતા દીપકભાઈ બટુકભાઈ પારેખ, જાવેદશા રસુલશા શામદાર અને સલીમભાઈ હાજીભાઇ સુમરાને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-1570 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે ત્રણેય શખ્સો સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)વાંકાનેરના ધમલપર પાસે જુગાર રમતા શખ્સો પકડાયા
વાંકાનેરના ધમલપર-2 શેરી નં.4 પાસે તીન પતિનો જુગાર રમતા વિરાજભાઈ મનસુખભાઈ સેતાણીયા અને સાગરભાઈ જગદીશભાઈ સુરેલા ને પોલીસે પકડી લીધા હતા.તે શખ્સો પાસેથી રોકડ રૂ.-4150 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
(3)મોરબીના લીલાપર પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના લીલાપર પાસે દારૂ સાથે પોલીસે રવીભાઇ ધીરૂભાઇ વાઘાણીને પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-140 નો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ સામે મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4)વાંકાનેરના જાંબુડિયા ગામે દારૂ સાથે યુવાન ઝડપાયો
વાંકાનેરના જાંબુડીયા ગામની સીમ ગ્રેની સીરામીક સામે આવેલ સનાતન દુકાન પાછળ દારૂ સાથે શૈલેષભાઇ ધારાભાઇ ખરગીયા ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-320 નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનાની નોધ કરી
(5)મોરબીના ટીબડી ગામે કોઈ અજાણ્યા પુરુષે ઝાડવે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના નવી ટીંબડી ગામ પાસે આવેલ આનંદ હોટેલ બાજુમાં આવેલ પાણીના નાલામાં બાવળની ઝાડીમાં કોઈ અજાણ્યા પુરુષે અન્ય કોઈ કારણોસર ગત તા.-08-06-2024 ના રોજ ડાળીમાં સાડીનો કટકો બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.કેતનભાઈ બળદેવભાઈ દેલવાડીયાએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(6)વાંકાનેરમાં ટ્રક ચાલક પર પ્લાસ્ટિક વેસ્ટ ની ગાસડીઓ પડતા મોત
વાંકાનેરના મેસરીયા ગામની સીમ મા આવેલ સેન્ડ બેરી ફાઇબર ટેક નામના કારખાનામા ટ્રકમા રાખેલ પ્લાસ્ટીક વેસ્ટ ની ગાસડીઓ ઉતારવા માટે ટ્રક્ની ફરતે બાધેલ દોરડૂ (રસ્સી)ને ખોલતા હતા. તે દરમિયાન અચાનક અકસ્માતે ટ્રકની ઉપર રહેલ પ્લાસ્ટિકની ગાસડીઓ ઉપર પડતા બેભાન થઇ જતા આસપાસ લોકો દ્વારા તેને વાંકાનેર હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.આ બનાવ અંગે ડો.જાવીદ એ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધ કરી આગળની તપાસ શરુ કરી છે.

