HomeGujaratદુબઈની ઠગ ટોળકીએ શીપીંગ કંપની સાથે મળી મોરબીના એક્સપોર્ટર સાથે 2.36 કરોડની...

દુબઈની ઠગ ટોળકીએ શીપીંગ કંપની સાથે મળી મોરબીના એક્સપોર્ટર સાથે 2.36 કરોડની છેતરપીંડી આચરી

મોરબીના એક ટાઈલ્સના એક્સ્પોર્ટરને દુબઈની પ્યોર સ્ટોન ફોર સ્ટોન ફિક્સિંગ નામની એક કંપનીનો ૨.૩૬ કરોડની કિમતની ટાઈલ્સ નો ઓર્ડર મળતા તેઓએ ચેન્નઈની શીપીંગ કંપનીમા રવાના કરાયો હતો જોકે વેપારીની મંજુરી વગર ચેન્નાઈ સીપીંગ દ્વારા લેડિંગ માસ્ટર બીલ આપી દઈ માલ છોડાવી લીધા હતા અને શીપીંગ નિયમોનો ભંગ કરી માલ છોડાવી લઇ વેપારી સાથે છેતરપીંડી આચરી હતી જે અંગેની જાણ થતા વેપારીએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

મળતી માહિતી મુજબ મોરબીના રામકો બંગલો વિસ્તારમાં રહેતા અને ટાઈલ્સ ટ્રેડીંગ નો વ્યવસાય કરતા કપિલભાઇ કાંતિલાલ ગોરીયા નામના વેપારી તેના માલ વિદેશમાં એક્સપોર્ટ કરતા હોય ગત જાન્યુઆરી ૨૦૨૩માં તેઓને ગુગલન મદદ થી દુબઈમાં ટાઈલ્સના વેપાર કરતા કંપની PURE STONE FOR STON FIXING L.L.C. માલીક મહમદ દુદમકના સંપર્કમાં આવ્યો હતો અને વોટ્સ એપ મદદથી પ્રથમ તેના ટાઈલ્સના સેમ્પલ મોકલ્યા હતા જેના આધારે અને અહી કંપનીના માલિક મહમદ દુદમક તથા ફાઇનાન્સ મેનેજર રમીઝ રહે- Al salam Street, C13-East 9-2, 3rd Floor, office 01, Abu Dhabi, United Arab Emirates. નાઓએ ફરીયાદી પાસે ૫૧ કંટેનર સીરામીક ટાઇલ્સ કિ.રૂ. ૨,૩૬,૪૮,૮૦૫/- જેટલી રકમનો માલ બુક કરાવી મુંદ્રા પોર્ટ થી દુબઇ ખાતે એજન્ટ Global Cargo Logistix Pvt. Ltd. ના માલીક ગોપાલાસ્વામી પ્રભાકરણ તથા રવી ચાંદની નાઓની સાથે કાવતરૂ રચી મંગાવી લીધો હતો બાદમાં દુબઈ શીપ પર કપિલભાઈની મંજુરી વગર Global Cargo Logistix Pvt. Ltd સીપર તરીકે તેમજ PURE STONE FOR STON FIXING L.L.C. ને ખરીદનાર તરીકે બતાવી તેઓની મંજુરી વગર master bill of lading સરેન્ડર નહી કરવાનુ જણાવેલ હોવા છતા પોર્ટ ઓર્થોરીટીને માલ રીલીઝ કરવા અંગે કોઇ વાંધો ન હોઇ તેવા દસ્તાવેજોમા સહી સીક્કા કરી પોતે MTO ના તથા સીપીંગના નિયમોનુ ઉલંઘન કરી કાવતરૂ રચી બધોજ માલ દુબઇની પોર્ટ પરથી એકબીજાની મદદથી સગેવગે કરી માલના નાણા નહી ચુકવી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ હોઇ ગુન્હો કર્યો હોવાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે આરોપીઓ પ્યોર સ્ટોન ફોર સ્ટોન ફિક્સિંગના માલિક મહમદ દુદમક, તેના ફાયનાન્સ મેનેજર રમીઝ ગ્લોબલ કાર્ગો લોજીસ્ટીકના માલિક ગોપાલ સ્વામી પ્રભાકરણ તેમજ રવી ચાંદની સહીતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW