HomeGujaratટંકારામાં લાઈટ કેમ જતી રહે છે કહી પીજીવીસીએલ કર્મી પર હુમલો કર્યો

ટંકારામાં લાઈટ કેમ જતી રહે છે કહી પીજીવીસીએલ કર્મી પર હુમલો કર્યો

રાજકોટ ના બેડી ગામ નજીક રહેતા અને ટંકારાની પીજીવીસીએલ કચેરીમાં નોકરી કરતા મીથુનભાઈ રમેશભાઈ રાઠોડ ગઈ કાલે તેની ઓફિસે કામગીરી કરતા હતા તે દરમિયાન ટંકારામાં રહેતો સલીમ હાસમભાઈ અબ્રાણી તેમજ અજાણ્યો શખ્સ બાઈક લઈને આવી પહોચ્યો હતો અને અમારા વિસ્તારમાં લાઈટ કેમ જાય છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો કાયમી હેરાનગતી હોય છે તેમ કહેતા મિથુનભાઈ કહેલ કે ફ્યુઝ ખરાબ હોવાથી લાઈટ જવાનો પ્રશ્ન હતો હવે તે ફ્યુઝ બદલાવી નાખેલ છે તેમ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા બંન્ને આરોપીઓએ ફરી.ને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો શરીરે મુંઢ માર મારી તથા આરોપી નં-૨ અજાણ્યા માણસે ત્યા પડેલ ફ્યુઝ ફરીયાદી ના વાસા ના ભાગે માર્યો હતો અને ઈજા પહોચાડી હતી તેમજ તેને જાહેરમાં જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કર્યો હતો અને બંન્ને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ અંગે તેમણે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપી વિરુધ્દ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW