Wednesday, June 12, 2024
HomeGujaratમોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનનાં ઘરમાં ધુસી જાનથી મારી...

મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનનાં ઘરમાં ધુસી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીના શોભેશ્વર રોડ, કુબેર ટોકીઝની પાછળ રહેતા સંગીતાબેન વિનોદભાઈ શીરોયા એ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવાયું હતું કે, તેમના દિયર રાહુલ અને તેના મિત્ર વિશાલને દોઢેક માસ પૂર્વે આરોપી આરીફ અબ્દુલભાઇ મિયાણા સાથે ઝઘડો થયેલ હોય તે વાતનું મનદુઃખ રાખી આરોપી આરીફભાઈ અબ્દુલભાઈ મિયાણા એ તેના સગા સંબધીઓ ઈકબાલ, અલ્તાફ અને સાગીર સાથે ફોર વ્હીલ ગાડીમાં આવી તે રાહુલના ઘરમાં ધસી તલવાર છરી કુહાડી લાકડા ના ધોકા જેવા હથીયારો લઈ સંગીતાબેન તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનવા અંગે સંગીતાબેન તે શખ્સો સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
42,307FollowersFollow
1,360SubscribersSubscribe

TRENDING NOW