Monday, October 7, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના કાલિકાપ્લોટ પાસે જુગાર રમતા મહિલા સહિત છ જુગારીઓ ઝડપાયા

મોરબીના કાલીકાપ્લોટ શેરીનં.-5 જાહેર રોડ પાસે જુગાર રમતા અસલભાઈ અમીનભાઈ માજોઠી, રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા, જસ્મીનબેન મોઈનભાઈ ચાનીયા, અનિતાબેન જીતેશભાઇ ગોહેલ, બેનરજીભાઈ રિયાઝભાઈ જુણાચ અને લક્ષ્મીબેન મનોજભાઈ ગોહેલ સહીત કુલ છ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-10,200 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તે છ શખ્સો સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)માળીયાના કુંભારિયા ગામે દારૂ સાથે શખ્સ ઝડપાયો

માળિયાના કુંભારીયા ગામના સ્મશાન પાસે દારૂ સાથે અક્ષયભાઈ દિનેશભાઈ ડાભી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-180 નો મુદામાલ પોલીસે જપ્ત કરી, તે શખ્સ વિરુદ્ધ માળિયા પોલીસે ગુનાની નોધ કરી છે.

(3)મોરબીમાં યુવતીએ બેનના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના વાવડી રોડ મિરા પાર્ક હિરલબેન રાઠોડ એ તેની બેન ટ્વીન્કલબેન રાઠોડના ઘરે ગઈકાલે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લેતા તેના પરિવાર દ્વારા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.હિરલબેન ના બેન ટ્વીન્કલબેને આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.પોલીસે આ બનાવ અંગે ની વધુ તપાસ હાથ ધરી છે.

(4)મોરબીના ઉમિયા સર્કલ પાસેથી ઘરે પરત ફરતા વૃદ્ધને ચક્કર આવી બેભાન થઈ પડી જતા મોત

મોરબીના ક્રિષ્ના પાર્ક, કન્યા છાત્રાલય રોડ પાસે રહેતા ચતુરભાઈ રાઘવજીભાઈ ગામી ગઈકાલે મોરબી રત્નકલા એક્ષપોર્ટની સામે શનાળા રોડ ઉમિયા સર્કલ થી ઘરે પરત ફરતા સમયે તેઓને ચક્કર આવી જતા બેભાન થઈ પડી ગયા હતા.ત્યાં હાજર લોકોએ 108 ને ફોન કરી સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે તેના ભાઈ પ્રાગજીભાઈ રાઘવજીભાઈ ગામીએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(5)મોરબીની નવી બનતી બીલ્ડીંગના પ્રથમ માળેથી નીચે પડતા બાળકીનું મોત

મોરબીના પંચાસર પાસે રહેતા સોનાક્ષીબેન રાજુભાઇ પારગી ગઈકાલે નાનીકેનાલની પાસે નવી બનતી બીલ્ડીંગના પ્રથમ માળેથી રમતા રમતા સીડી ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજા થતા તેને પરિવારજનો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી ને મરણ જાહેર કરી હતી.આ બનાવ અંગે રાજુભાઈ પારગીએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી,પોલીસે મુત્યુ અંગે નોધી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6)વાંકાનેરમાં પેસેન્જર ભરવા અંગે ઇકો ચાલક પર છરી વડે હુમલો

વાંકાનેરના જીનપરા જકાત નાકા નેશનલ હાઇવે પાસે ફેજલભાઇ હુશેનભાઇ પીપરવાડીયા એ આરોપીની ઇકકો કારમા પાછળની શીટમા બેઠેલ હોય જેથી આ કામના આરોપીઓ ઇકકો કાર લઇ આવી ઈકકો કાર માંથી આરોપી બાબુભાઇ સરૈયા ના હાથમા લાકડી વડે ફેજલભાઈ હાથે તથા બન્ને પગે માર મારેલ તેમજ કોઈ અજાણ્યા બે આરોપીએ તેને કુડલીવાળી લાકડી વડે હાથે પગે માર મારી ફેકચર જેવી ઇજા કરી તેમજ ઢીચણથી નીચે બન્ને પગમા છરીના સરકા મારેલ તેમજ જમણા હાથે કોણીથી નીચેના ભાગે એક છરીનો સરકો મારી ઈજા કરી હતી.આ મામલે ફેજલભાઈ એ તે ત્રણ શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,388FollowersFollow
2,310SubscribersSubscribe

TRENDING NOW