HomeGujaratદ્વારકાના દરિયા કિનારેથી 16 કરોડની કિમતનું 32 કિલોગ્રામ ચરસ મળ્યું,

દ્વારકાના દરિયા કિનારેથી 16 કરોડની કિમતનું 32 કિલોગ્રામ ચરસ મળ્યું,

દ્વારકા જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારમાંથી અવાર નવાર પ્રતિબંધિત ડ્રગ્સ મળવાની ઘટના બનતી રહે છે ત્યારે આજે ફરી એકવાર દ્વારકા એસઓજી અને એલસીબીની ટીમને વરવાળા ગામ નજીક આવેલા દરિયા કિનારા પાસેથી અધધ કહી શકાય તેટલું રૂ 16 કરોડ બે લાખ 65 હજારની કીમતનું 32 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો જોકે આ જથ્થો બિન વારસી હાલતમાં હોવાથી કોણ ફેકી ગયું અને ક્યાંથી લાવ્યા તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી

બનાવની મળતી માહિતી મુજબ દ્વારકા એસઓજી અને એલસીબીની ટીમ દરિયાઈ કિનારા વિસ્તાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે વરવાડાના દરિયા કિનારે પથ્થર અને રેતીના જથ્થામાં શંકાસ્પદ પેકેટ પડેલા હોય અને આ બાતમી આધારે એસઓજીની ટીમે તપાસ કરતાં પ્લાસ્ટિકના અલગ અલગ ત્રણ બાચકા બિન વારસી હાલતમાં પડેલા હોય અને તેમાં ડ્રગ્સ હેરાફેરી માટે જે પ્રકરના પેકેટ બનાવવામાં આવે તેવા પેકેટ મળી આવતા તમામ પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા નઅને તેની તપાસ કરતા તેમાંથી રૂ 16 કરોડ બે લાખ 65 હજારની કીમતનું 32 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો જોકે આ જથ્થો બિન વારસી હાલતમાં હોવાથી કોણ ફેકી ગયું અને ક્યાંથી લાવ્યા તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી આ અંગે સ્થાનિક પોલીસે એનડીપીએસ એકત હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW