Sunday, July 7, 2024
HomeGujaratપરસોતમ રૂપાલાને ટંકારાથી 62,004 મતની જયારે વાંકાનેર માંથી 27,123 મતની લીડ મળી

પરસોતમ રૂપાલાને ટંકારાથી 62,004 મતની જયારે વાંકાનેર માંથી 27,123 મતની લીડ મળી

મુસ્લિમ બહુમતી વાળા વાંકાનેરમાંથી ભાજપને 1,03,866 જયારે પાટીદાર ના ગઢ ટંકારામાંથી 1,11,206 મત મળ્યા  

લોકસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું 5 લાખ મતની લીડના દાવા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભાજપના ઉમેદવારોને સૌરાષ્ટ્રમાંથી એક પણ બેઠકમાં 5 લાખ લીડ મળી નથી પણ ક્ષત્રિય  સમાજની  નારાજગી વ્હોરનાર ભાજપના ઉમેદવારે 5 લાખની લીડ સુધી પહોચવામાં થોડેથી અટકી ગયા હતા.પરસોતમ રૂપાલાને આ બેઠકમાં 4,84,260 મતની લીડ મળી છે આ લીડમાં રાજકોટની 5 વિધાન સભા સાથે સાથે મોરબી જિલ્લાની 2 વિધાનસભા બેઠક ના મતદારો નો પણ મહત્વનો ફાળો રહ્યો હતો.

પાટીદાર બહુમતી ધરાવતી ટંકારા પડધરી બેઠકના કુલ 1,66,140 મતદારોએ તેના મતાધિકારનો પ્રયોગ કર્યો અને તેમાંથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને કુલ 1,11,206 મત મળ્યા જયારે પરેશ ધાનાણીને 49,822 મત મળ્યા હતા તો બન્ને વચ્ચે આ બેઠકમાં લીડ  62,004 મતોની રહી  હતી તો મુસ્લિમ બહુમતી ધરાવતા વાંકાનેર કુવાડવા બેઠકની વાત કરીએ તો અહીંથી 1,86,419 મતદારોએ તેના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.જેમાંથી 1,03,866 પરસોતમ રૂપાલા ના પક્ષમાં મત પડ્યા તો 76,743 મત પરેશ ધાનાણીના પક્ષમાં પડ્યા હતા  તેમાંથી 27,123 મતની લીડ મળી છે ક્ષત્રીય સમાજના વિરોધ વચ્ચે જયારે ભાજપના ઉમેદવારને પ્રચાર કરવો પણ મુશ્કેલ થઇ પડ્યો હતો તેવી બેઠકમાંથી પણ લીડ મળતા ભાજપ માટે જાણે ગંગા નાહ્યા હોય તેવી સ્થિતિ બની ગઈ હતી .


રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અન્ય વિધાનસભા બેઠકની વાત કરીએ તો રાજકોટ પૂર્વમાંથી રાજકોટ પૂર્વ માંથી પરસોતમ રૂપાલાને 68,576 ની લીડ મળી તો રાજકોટ પશ્ચિમ માંથી સૌથી વધુ 1,13 990,રાજકોટ દક્ષિણ માંથી 76,862 મતની લીડ મળી હતી તો રાજકોટ ગ્રામ્ય માંથી 85,845 મતની લીડ મળી હતી તો જસદણ બેઠકમાંથી પરસોતમ રૂપાલાને 47,562 મતની લીડ મળી હતી

ટંકારા અને વાંકાનેરમાં 2684 મત નોટાને મળ્યા, આ લોકસભા બેઠકમાં મતદારોનો સ્પસ્ટ સંદેશ જેતે પક્ષને કે ઉમેદવારને વધુ જોવા મળ્યો હતો જોકે કેટલાય મતદાર એવા હતા કે જેમને એક પણ ઉમેદવાર પસંદ ન પડતા તેઓએ નોટા ને મત આપ્યા હતા રાજકોટ બેઠકમાં આવા 15,922 મતદારો હતા બેઠક મુજબ ટંકારામાંથી 1485 મતદારોએ નોટાને મત આપ્યો હતો તો વાંકાનેરના 1699 મતદારો નોટાને મત આપવાનું વધારે પસંદ કર્યું હતું 

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW