HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)વાંકાનેરના માટેલ રોડ પાસે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

વાંકાનેરના માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાસે વર્લી ફીચરનો જુગાર રમતો બાબુભાઈ ઉર્ફે રાજવીર જાદવજીભાઈ લીલપરા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ નસીબ આધારિત હારજીતનો જુગાર રમતો ઝડપાયો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-550 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(2)મોરબીના ડાયમંડનગર પંચવટી પાસે જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબીના ડાયમંડનગર પંચવટી ગાર્ડન પાસે જુગાર રમતા વિશાલભાઈ હરીશભાઈ ઝાલા અને અક્ષયચંદ્ર સુરેશભાઈ પાંચોટિયા ને પોલીસે પકડી લીધા હતા.તે શખ્સો નસીબ આધારિત તીન-પતિનો જુગાર રમતા પકડાયા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-1200 નો મુદામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.તે શખ્સો સામે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધણી કરી

(3)મોરબીના કોયલી ગામ પાસે દારૂ સાથે મહિલા ઝડપાઈ

મોરબીના કોયલી ગામમાં પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ મારતા દારૂ સાથે ચંપાબેન જેશુભાઈ જખાણીયા નામની મહિલા શખ્સ ઝડપાઈ હતી. તે મહિલા શખ્સ પાસેથી કુલ રૂ.-200 નો દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.તે મહિલા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(4)મોરબીના લીલાપર પાસે દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીના નવાગામ જતા રોડ પર આજવીટો પેપરમીલ સામે દારૂ મામલે રવિ ધીરુભાઈ વાધાણી અને સંજય નાગજીભાઈ દેગામા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સ પાસેથી કુલ રૂ.-360 દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો,જે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી હતી.

(5)મોરબીના જુના પીપળી ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીના જુના પીપળી ગામે રહેતા કૈલાશબેન વલ્લભભાઈ જેઠલોજા ને ઘણા સમયથી પથરીની બીમારી હતી અને તેને તે બીમારીનું ઓપરેશ પણ કરાવ્યું હતું,પરંતુ તેની બીમારી દુર થઇ નહિ. જે બીમારીની પીડાને કારણે કંટાળી જતા ગઈકાલે તેમણે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો.તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.વાસુદેવભાઈ એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(6)મોરબીના ત્રાજપરમાં ઝઘડાનું સમાધાન કરાવા ગયેલ યુવકને ચાર શખ્સો એ ઢોર માર માર્યો

મોરબીના ત્રાજપર ગામે રહેતા રવિભાઈ ઝઘડાનું સમાધાન કરાવા જતા ચારો શખ્સો એ તેને માર માર્યો. રવિભાઈના મિત્ર લાલાભાઇને ચાર આરોપીઓ સાથે કોઇ પણ કારણોસર ઝઘડો થયેલ હોય જે બાબતે રવિભાઈ આરોપીઓ સાથે સમાધાન બાબતે વાતચીત કરવા જતા આરોપીઓને સારૂ ન લાગતા મનસુખ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા,કરખજીભાઇ ઉર્ફે હકો જીવણભાઇ અદગામા,પ્રવિણભાઇ ઉર્ફે ઉગો જગમલભાઇ અદગામા અને કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઇ અદગામા નામના આ ચાર આરોપીઓએ રવીભાઈને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી તથા રવીભાઈને તલવાર તથા છરી જેવા હથીયારો થી ડાબા હાથની હથેળી તથા કલાઇ મા તથા માથાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે રવિભાઈ અશોકભાઈ વરાણીયા એ તે ચાર શખ્સો સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW