(1)વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
વાંકાનેરના ઢુવા-માટેલ રોડ વિકાસ હોટલ પાસે દારૂ સાથે ગભરૂભાઈ ઝવેરભાઈ માથાસુરીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-360 નો મુદામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(2)મોરબીના લાલપર ગામની સીમમાં દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના લાલપર ગામની સીમમાં સોનેટ સેનેટરીવેરની કારખાનાની પાછળ દારૂ સાથે નીલેશભાઈ મોહનભાઈ સોલંકી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-240 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.તે શખ્સ સામે દારૂ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(3)મોરબીના લાલપર ગામે શ્રી રામ ગોડાઉનમાંથી દારૂ નો જથ્થા સાથે બે ઝડપાયા
મોરબી તાલુકાના લાલપર ગામની સીમ, લાલપર એસ્ટેટ, શ્રીરામ ગોડાઉનમાં મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા દારૂ સાથે ગોડાઉન ભાડે રાખનાર જીમીતભાઈ અને ગોડાઉન સંચાલક રમેશભાઈ ઝડપાયા હતા.તે શખ્સોએ મીઠા ની બોરીઓની આડમાં ઈંગ્લીશ દારૂ નો જથ્થો રાખેલ હતો.તે શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-5448 મળી હતી.તે શખ્સો પાસેથી કુલ રૂ.-5,73,600 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(4)મોરબીના મહેન્દ્ર નગર સોમનાથ પાર્કમાંથી બાઈક ચોરી
મોરબીના રામદૂત હોમ્સ-2,સોમનાથ પાર્ક-2 માં રહેતા ધવલ જેન્તીલાલ ભલાણી એ તેનું GJ-11-CJ-2725 નંબર નું સ્પ્લેન્ડર બાઈક તેના ઘર પાસે પાર્ક કર્યું હતું,તે સ્થળે થી તેનું બાઈક ચોરાઈ ગયું હતું.તેનું બાઈક પાર્કિંગમાં પાર્ક થયેલું ન મળતા ધવલભાઈ એ આસપાસ ના વિસ્તારમાં શોધખોળ કરી પણ તેનું બાઈક ના મળ્યું.બાદમાં તેને તા.22-05-2024 ના દિવસે ધવલભાઈએ તેનું બાઈક ચોરી મામલે મોરબી સીટી બી-ડીવીઝન મથકમાં ફરીયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી
(5)મોરબીના સો ઓરડી પાસે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના રામદેવનગર સો ઓરડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ નાનજીભાઈ પરમાર એ તેના ઘરમાં જ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.તેના ભત્રીજા એ તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ડો. જી. એલ.કાલરીયા એ આ બનાવ મામલે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
(6)મોરબીની કે.કે.વાસણની દુકાનમાં વેપારી એ ગળેફાંસો ખાધો
મોરબીના રૂગનાથજીનામંદીર સામે બજાર લાઈન નગરદરવાજાની અંદર કે.કે.વાસણની દુકાન ચલાવતા ચંન્દ્રેશભાઈ અશ્વીનભાઈ કાગડા એ તેની ઘર ની બાજુમાં આવેલ તેની દુકાનમાં કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે મકાન અને દુકાન વચ્ચેની નવેરીમાં લોખંડની એંગલ સાથે કાર્ટુન બાંધવાની પટ્ટી વડે ગળે ફાંસો ખાધો હતો.તેને સારવાર માટે તેને ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.યુવાન ના ભાઈ પ્રશાંતભાઈ એ આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.

