HomeGujaratમાળિયાના ખાખરેચીમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ એમપીથી ઝડપાયો

માળિયાના ખાખરેચીમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ એમપીથી ઝડપાયો

માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલા એક્જીસન સિરામિક નામની ફેકટરીમાં રહી મજુરી કામ કરતા એક પરિવારની સગીર વયની દીકરીનું મૂળ એમપીના સાગર જીલ્લાનો વતની ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછ્વાહ નામનો શખ્સ અપહરણ કરી લઇ ગયા હતો આ અંગેની માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી જેના આધારે માળિયા મિયાણા પોલીસ તેમજ મોરબી સર્કલ પોલીસની ટીમ દ્વારા ગુમ થયેલ સગીરાની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી આ સગીરાનું અપહરણ કરનાર શખ્સ એમપીમાં સગર જિલ્લામાં હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસની મદદથી પોલીસે દરોડો પાડ્યો હતો અને આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ ને ઝડપી લીધો હતો અને માળિયા મિયાણા પોલીસ મથક હવાલે કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW