HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)વાંકાનેરના વીરપર પાસે પ્લોટ ના બાંધકામ મામલે મારામારી

વાંકાનેરના વીરપર ગામમાં રહેતા ખેતી સાથે જોડાયેલા દેવશીભાઇ શામજીભાઇ કુકવાવાના પ્લોટમાં બેચરભાઇ અજુભાઇ દેકાવાડીયા નામનો શખ્સ બાંધકામ કરતો હોય જેથી દેવશીભાઇએ તેના પ્લોટમાં બાંધકામ કરવાની ના પાડતા બે દિવસ પહેલા તે શખ્સને દેવશીભાઈ સાથે બોલાચાલી થઇ હતી.જેનું મન દુઃખ રાખી બેચરભાઇ અજુભાઇ દેકાવાડીયા, ઘનશ્યામભાઇ અજુભાઇ દેકાવાડીયા,મહીપત ચતુરભાઇ દેકાવાડીયા, રણજીત ચતુરભાઇ દેકાવાડીયા આ ચાર શખ્સ ભેગા મળી દેવશીભાઇ શામજીભાઇ કુકવાવા ના દીકરા રવિને માથામાં જમણા કાન પાસે લાકડાના ધોકા વડે ગંભીર ઇજા પહોંચાડેલ તેમજ દેવશીભાઈ ત્યાં જતા શખ્સોએ ભેગા મળી તેને ઢીકા પાટુનો મારી ભુંડાબોલી ગાળો આપી. બેચરભાઇ તથા ઘનશ્યામભાઇએ દેવશીભાઇને ધોકા વડે માથામાં ગંભીર ઇજા પહોંચાડી તેમજ ડાબા હાથની કોણી પાસે તથા ડાબા ખભામાં તથા જમણા કાન પાસે ઇજા પહોંચાડી તેમજ નિતાબેનને ડાબા હાથની કોણી પાસે લાકડાનો ધોકો લાગી જતા ઇજા પહોચાડી અને આ ચાર શખ્સો કહ્યું કે હવે પછી પ્લોટ બાબતે વાતચીત કરશો તો જાનથી મારી નાખવાની તે દેવશીભાઈને ધમકી આપી હતી.આ મામલે દેવશીભાઇ શામજીભાઇ કુકવાવા એ ચાર શખ્સો સામે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધવી હતી અને પોલીસે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2)મોરબીના વરિયા નગરમાં વુદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના વરિયા નગર પાસે ભરતભાઇ ચંદુભાઇ સેલાણીયાએ કોઇપણ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આ ઘટનાથી ત્યાં આસપાસના લોકો દ્વારા તેને પીએમ અર્થે તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.ડો.જી. એલ. કાલરીયા એ આ બનાવ અંગેની જાણ મોરબી સીટી બી-ડિવિઝનને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(3)મોરબીના એલસેરા સિરામિક પાસે પાણીની કેનાલમાં પડી જતા યુવાન નું મોત નીપજ્યું

મોરબીના એલસેરા સિરામિકમાં દેવેન્દ્રભાઇ પ્રિતમલાલ અહીરવાલ એ ત્યાં રહી તે સિરામિક માં કામ કરી તેનું ગુજરાન ચલાવતા હતા.એલસેરા સિરામિક લખધીપુર રોડ પર આવેલ પાણીની કેનાલમાં કોઈ કારણસર પડી જતા ત્યા ઘટના સ્થળે હાજર રહેલ મુકેશભાઈ પટેલ તેને સરવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.ડો. ડી. કે. પટેલ એ આ બનાવ ની જાણ મોરબી તાલુકા પોલીસ ને કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

(4)વાંકાનેરના ઢુવા માટેલ રોડ પાસે સુઝોરા સિરામિકમાં પુખ્તે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેરના ઢુવા માટેલ રોડ પાસે આવેલ સુઝારો સિરામિક માં આવેલી લેબર કવાર્ટર ની ઓરડીમાં ભીમાભાઈ ચૌહાણે કોઈ અગમ્ય કારણસર રાત્રીના સમયે ગળે ફાંસો ખાઈ લીધો હતો.ત્યાં સુઝારો સિરામિક ખાતેથી મુકેશભાઈ ભગવાનજીભાઈ કનેટીયા એ વાંકાનેર પોલીસ ને આ બનાવ અંગેની જાણ કરતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.આ ઘટના મામલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW