મોરબી તાલુકાના ખરેડા ગામ નજીક રામદેવ મંદિર પાસેથી પસાર થતી નદીના નાલાના ભાગે એક યુવક ડૂબી ગયા હોવાનો ફાયર વિભાગની ટીમને કોલ આવ્યો હતો આ કોલ બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી 3 કલાકની જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસની તપાસમાં યુવકનું નામ મનજીભાઈ હકાભાઈ પીપરીયા અને તેની ઉમર અંદાજીત ૨૦ વર્ષ હોવાનું સામે આવ્યું છે યુવક નાલામાં ન્હાવા ગયા બાદ તેનું મોત થયા હોવાનું સામે આવ્યું હતું

