મોરબીના આમરણ પટેલ ડેલી પાસે રહેતા ભરતભાઈ બાબુભાઈ સોલંકી એ તેના પત્ની ભારતીબેન ભરતભાઈ સોલંકી ના માવતર વિશે મેણાટોણા મારતા હતા.જયારે ભારતીબેન તેના માવતર આવુ નહી બોલવા કહેતા ભરતભાઈ ઉશ્કેરાઈ જઈ તેની પત્ની સાથે જેમ ફાવે તેમ મૂઢમાર મારી છરી વડે તેના પત્નીને ઈજા પહોચાડી હતી.આ ભારતીબેન ભરતભાઈ દ્વારા આ બનાવ ની જાણ મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

