મોરબી શહેર તાલુકા પોલીસ મથક વિસ્તાર તેમજ રાજકોટ માં એમ અલગ અલગ ત્રણ વિસ્તારમા બાઈક ચોરી કરનાર માળિયા મિયાણા પંથકના ત્રણ શખ્સને એલસીબી ની ટીમે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રુ. 1.20લાખની કિંમતની 4 ચોરાઉ બાઈક જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી શહેરના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ અન્ય ચાર તાલુકાના પોલીસ મથકના વિસ્તારમાં બાઈક ચોરીની ઘટના સતત વધી રહી છે. અવાર નવાર બસ સ્ટેશન રેલવે સ્ટેશન હોસ્પિટલ અને જાહેર પાર્કિંગ જગ્યાએથી બાઈક ચોરીની ઘટના બનતી હોય છે ત્યારે આ બાઈક ચોરીના ભેદ ઉકેલવા રેન્જ આઇજીના આદેશથી ડીવાયએસપી પી એ જાડેજા મોરબી એલસીબી ની પી આઇ મયંક પંડ્યા અને તેની ટીમ દ્વારા બાઈક ચોરીના ભેદ ઉકેલવા પ્રયાસ કર્યા હતાં દરમિયાન બાતમી મળી હતી કે મોરબીમાં અલગ અલગ બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા ત્રણ શખ્સ નંબર વિનાના બાઈક સાથે ફરતા હોય અને આં બાતમી આધારે એલસીબીએ ચોરાઉ બાઈક સાથે માળિયા મિયાણા કાજરડા ગામના વતની રફીક હારૂનભાઈ મિયાણા,હનીફ દોષ મામદ મિયાણા તેમજ અકબર ઉર્ફે અકુડો અબ્દુલભાઈ મિયાણાને ઝડપી લીધા હતા ત્રણેય ની પૂછ પરછ કરતા આરોપીઓ આગાઉ મોરબી એ ડિવિઝન પોલીસ મથક બે,તાલુકા પોલીસ મથકમાં એક તેમજ રાજકોટમાંથી બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી જેના આધારે પોલીસે ચોરાયેલા બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


