મોરબીની ખાનગી સ્કૂલનો વધુ મતદાન માટે નવતર પ્રયોગ
મોરબીની ખાનગી સ્કૂલ સાર્થક વિદ્યામંદિરે પૂર્ણ મતદાન માટે અપીલ જબરદસ્ત અપીલ કરવામાં આવી હતી.ખાનગી સ્કૂલનો વધુ મતદાન માટે નવતર પ્રયોગ કરી શાળાના વાર્ષિક પરિણામ સાથે મતદાન જાગૃતિનો સંદેશ આપતી સૂત્રોની ચિઠ્ઠી વાલીઓને આપવામાં આવી હતી.
શાળાના તમામ શિક્ષકોએ વધુમાં વધુ મતદાન માટે શપથ લીધા હતા. હકારાત્મક પ્રયોગ સ્વરૂપે શાળાના વાર્ષિક પરિણામ સાથે મતદાન જાગૃતિનો સંદેશ આપતી સૂત્રોની ચબરખી આપવામાં આવી હતી. તેમજ શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને વધુને વધુ મતદાન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી આપેલી ચીઠ્ઠીમાં વટથી વોટ કરશું, મતદાન એ મહાદાન છે, મતદાન અચૂક કરજો. વધુને વધુ મતદાન કરીએ અને લોકશાહીનું જતન કરીએ. ભેદભાવ વગર તટસ્થ મતદાન કરો. તમારા મતનું મૂલ્ય સમજો. એક એક મત કિમતી હોય મતદાન આપણો બંધારણીય અધિકાર હોવાનો મેસેજ આપ્યો છે.

