HomeGujaratમતદાનના દિવસે સ્થાનિક શ્રમયોગીઓને ત્રણથી ચાર કલાક સવેતન રજા આપવા આદેશ

મતદાનના દિવસે સ્થાનિક શ્રમયોગીઓને ત્રણથી ચાર કલાક સવેતન રજા આપવા આદેશ

ગુજરાત રાજ્યમાં તા.07-05-2024, મંગળવાર ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન યોજાનાર છે. જેથી મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-2019, કારખાના અધિનિયમ-1948, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ-1996, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-1970 હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા,1951 ની કલમ-135 (બી) મુજબ શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.

જે શ્રમયોગીઓને ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો / શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી, જે.આર.જાડેજા, મદદનીશ શ્રમ આયુક્ત, મોરબી, ફોન નંબર-02822-243410, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, પહેલો માળ, રૂમ નં.132, લાલબાગ, જુના સેવા સદન, મોરબી-363642 નો સંપર્ક સાધવા નોડલ ઓફિસર માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને મોરબી મદદનીશ શ્રમ આયુક્ત જે.આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW