આજના સમયમાં મોરબીશહેર અને જીલ્લામાંથી ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે છાત્રો ગાંધીનગર અને અમદાવાદ જતા હોય છે જોકે યોગ્ય સુવિધા ન અભાવે તેઓ ભાડાના મકાનમાં રહી શિક્ષણ લેવા મજબુર બને છે ત્યારે મોરબીમાં કડવા પાટીદાર સમાજના છાત્ર અને છાત્રાઓને અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે મે મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે અનોખુ સાહસ કર્યું છે હાલ તેઓ દ્વારા અમદાવાદના નવરંગ પુરા વિસ્તાર ખાતે ૧૦૩૨ ચોરસવાર જમીન પર ઉમા વિધાર્થી ભવન માટેવા ત્રણ માળનું એક ભવન ખરીધું છે અને તેમાં છાત્રોને રહેવા સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે આગામી શૈક્ષણિક વર્ષથી જ છાત્રો ત્યાં રહી અભ્યાસ કરી શકે તે માટે કામગીરી શરુ કરવામાં આવી છે અનેં અગામી વર્ષમાં બાળકો તમામ સુવિધા મળી શકે તે અંતે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા શરુ કરવામાં આવ્યું છે આ ભવન આગામી દિવસમાં છાત્રોને વધુને વધુ ઉપયોગી બને તે માટે મોરબીમાં દાતાઓ પાસેથી દાન માટે અપીલ કરવામાં આવી છે

