મોરબી શહેરના વાવડી રોડના ગણેશનગરમાં રહેતા અમીતભાઈ સુરેશભાઈ જંજવાડીયા નામના યુવક પર રાજનભાઇ હેમંતભાઇ ડાભી ભરતભાઇ ડાભી હેમંતભાઇ ડાભી નામના શખ્સે ધોકા પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે અમિતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે આરોપી રાજને તેના ઘરે આવી મારી બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે તેમ કહી તેના સાથી બે ભરતભાઇ ડાભી હેમંતભાઇ ડાભી મળી જીવલેણ હુમલો કર્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

