મકરાણી વાસ માં રહેતા સરફરાઝ ફિરોજ ભાઈ શાહમદાર નામનો આરોપી લીલાપર રોડ પર આવેલ જુના જકાત નાકા વિસ્તારમાં રેહતા ઇમરાન ઉમરશા શાહમદાર નામના યુવકની પત્ની સાહિદાને પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હોય અને તે અંગે ઇમરાનને તેની પત્નીને છોડી દે મારે તેની સાથે લગ્ન કરવા છે તેમ જણાવી ધમકી આપી હતી જોકે ઈમરાને પોતાની પત્નીને છોડવા ન માગતો હોવાથી આ વાત તેના મોટા ભાઈને પણ કરી હતી જોકે તે સમયે મામલો શાંત થઇ ગયો હતો. જોકે થોડા દિવસ બાદ અચાનક રાત્રીના સમયે આરોપી સરફરાજ તેના ઘરે પહોચ્યો હતો અને ઇમરાન પર આડેધડ છરીના ઘા ઝીકી ગંભીર ઈજા પહોચાડી તેની હત્યા કરી દીધી હતી આ ઘટનામાં પોલીસે મૃતકના ભાઈ જાવીદશા ઉમર શા શાહમદારની ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ ફાઈલ કર્યા બાદ કેસ સેસન્સ કોર્ટમાં ચાલ્યો ગયો હતો અને સેકન્ડ એડીશ્નલ જજ વિરાટ કે બુદ્ધની કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી જેમાં સરકારી વકીલ સંજય સી દવેએ કોર્ટમાં દલીલો રજુ કરી હતી અને કેસને લગતા ૯ મૌખિક પુરાવા તેમજ 26 લેખિત પુરાવા રજુ કર્યા હતા બન્ને પક્ષની દલીલ, રજુ કરાયેલા પુરાવા તેમજ સાક્ષી અને તપાસ અધિકારીઓના નિવેદન આધારે કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો અને આરોપી સરફરાઝ ફિરોજ શાહમદારને ગુનેગાર ઠેરવી આજીવન કેદ અને રૂ ૨ લાખનો દંડ ફટકાર્ફયો હતો.

