મોરબીના મચ્છુ ૩ ડેમના રીપેરીંગ કામગીરીને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ દ્વારા ગત તા ૨૫ ના રોજ ડેમનો દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું જોકે આ પાણી માળિયા તાલુકાના હરીપર તેમજ ગુલાબડી ના દરિયાઈ ખાડી વીસ્તારમાં પહોચ્યું હતું આ પાણી હજારો હેક્ટર ફેલાયેલા મીઠાના અગરમાં ફરી વળતા અગરિયાઓની બે મહિનાની મહેનત એડે ગઈ હતી તેમજ તેના પર કરેલા ખર્ચાને કારણે આર્થીક નુકશાની પણ વેઠવી પડી છે ત્યારે આ મુદે આજે અગરિયા હિત રક્ષક સમિતિની ટીમ અગરિયાના પ્રશ્નોએ ને લઇ કલેકટર કચેરી પહોચ્યા હતા અને આ મુદે લેખિત રજૂઆત કરી હતી અગરીયાઓએ આર્થિક નુકશાનનું વળતર ચુકવવા તેમજ આગામી દિવસમાં ફરી મચ્છુ ૨ ડેમનું પાણી છોડવાનું છે ત્યારે તે પાણી ધીમા પ્રવાહે છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી

