Friday, May 17, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબી ના ગેસ્ટ હાઉસ રોડ પાસે ટ્રાફિક નો ભંગ કરતો રિક્ષાચાલક પકડાયો

મોરબીના શકિત ચોક ગેસ્ટ હાઉસ રોડ પાસે સીઅનેજી રિક્ષાચાલક મહેશભાઈ સામજીભાઈ વડેસા એ તેની જીજે-36-યુ-1995 નંબર ની રિક્ષા ટ્રાફિક ને અડચણ હોય તે રીતે રાખતા અન્ય રાહદારીઓને મુશ્કેલી સર્જાય હતી.આ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોધી દંડ વસુલ કર્યો હતો.

(2)મોરબીના માળિયા ફાટક પાસે બે રિક્ષાચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરતા ઝડપાયા

મોરબીના માળીયા ફાટક પાસે જાહેર રોડ પાસે GJ-09-AX-2239 નંબરના સલીમભાઇ અબ્દુલભાઇ નોતીયાર રિક્ષાચાલક અને GJ-03-V-5279 નંબર ના વિપુલભાઇ ગોવિંદભાઇ કુબાવત રિક્ષાચાલક આ બંને ચાલકો તેની રિક્ષા ટ્રાફિક ને અડચણરૂપ થાય તે રીતે વાહન રાખતા અન્ય વાહન ચાલકો ને સમસ્યા સર્જાઈ હતી. આ અંગે ટ્રાફિક નો ભંગ કરનાર આ બંને શખ્સો સામે પોલીસે ગુનો નોધી અને તેની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

(૩)મોરબીના કબીર ટેકરી પાસે છરી સાથે બે ઈસમો ઝડપાયા

મોરબીના કબીર ટેકરી પાસેથી પોલીસે તૌફીકભાઈ હુશૈનભાઈ લાખા અને તૌફીકભાઈ મામદભાઈ ખુરૈશીને છરી સાથે ઝડપી લીધા હતાઅને તેની વિરુદ્ધ પોલીસે હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

(4)વાંકાનેરના રામચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો પકડાયા

વાંકાનેરના રામચોક પાસે વર્લી ફીચરનો જુગાર રમતા સરફરાજશા હુશેનશા શાહમદાર અને અસલમભાઈ અનવરભાઈ સૈયદ ને પોલીસે પકડી પાડ્યા હતા.સરફરાજશા હુશેનશા શાહમદાર પાસેથી કુલ રૂ.1230 અને અસલમભાઈ અનવરભાઈ સૈયદ પાસેથી કુલ રૂ.1300 અને કુલ ૩ મોબાઈલ સહીત કુલ રૂ. 11530 /- ના મુદામાલને જપ્ત કરી તે બને સામે ગુનો દાખલ કર્યો હતો.

(5)મોરબીના સમર્પણ હોસ્પિટલ પાસે વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના સમર્પણ હોસ્પિટલ પાસે ગેરકાયદેસર વિદેશી દારૂ વહેચતો અલ્પેશભાઇ પ્રભુલાલ ખોખાણી નામનો શખ્સ પકડાયો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.1020 /- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.મોરબી સીટી-બી ડીવીઝન પોલીસે તેની પાસેથી મળેલ દારૂ નો જથ્થો કબજે કર્યો હતો અને તેની સામે દારૂ વહેચવા મામલે ગુનાની નોધણી કરી હતી.

(6)હળવદના માલણીયાદ કીડી પાસે દારૂ બનાવતો એક શખ્સ ઝડપાયો

હળવદના માલણીયાદ કીડી પાસે ગેરકાયદેસર દારૂ બનાવતો રાજુભાઈ ગેલાભાઈ ઝીંઝુવાડીયા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.આ ઈસમ પાસેથી દારૂ બનાવવા માટેનો કાચો માલનો ઠંડો આથો રૂ.300 ના મુદામાલ જપ્ત કર્યો હતો અને તેની સામે ગુનો દાખલ કર્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,945FollowersFollow
1,310SubscribersSubscribe

TRENDING NOW