Tuesday, October 28, 2025
HomeNational13 રાજ્યની 88 લોકસભા બેઠક પર બીજા તબક્કામાં મતદાન ચાલુ ,3 વાગ્યા...

13 રાજ્યની 88 લોકસભા બેઠક પર બીજા તબક્કામાં મતદાન ચાલુ ,3 વાગ્યા સુધીમાં સૌથી વધુ ત્રિપુરામાં 68.92 ટકા મતદાન

દેશમાં હાલ લોકશાહીનો મહા પર્વ ચાલી રહ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં તબક્કાવાર લોકસભા બેઠક માટે મતદાન થઇ રહ્યું છે ગત તા 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં 21 રાજ્યની 102 લોકસભા બેઠક પર મતદાન થયા છે. બાદ આજે દેશમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે દેશના 13 રાજ્યની 88 બેઠકમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 43.01 ટકાથી લઇ 68.92 ટકા મતદાન થયુંછે રાજ્ય મુજબ જોઈએ તો સૌથી ઓછું મતદાન હાલ મહારાષ્ટ્ર માં જોવા મળ્યું છે અહી બપોર 3 વાગ્યા સુધીમાં માત્ર 43.01 ટકા મતદાન નોધાયું હતું અન્ય રાજ્ય ની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 44.13 ટકા મતદાન થયું છે બિહારમાં 44.24 ટકા મધ્ય પ્રદેશમાં 46.50 ટકા, રાજસ્થાનમાં 50.27, કર્ણાટક 50.93 ટકા,કેરલમાં 51.64 ટકા,જમ્મુ કશ્મીર 57.76 ટકા,અસમમાં 60.32 ટકા પશ્ચિમ બંગાળમાં 60.60 ટકા, છત્તીસગઢમાં 63.32 ટકા મણીપુરમાં 68.48, અને સૌથી વધુ ત્રિપુરા 68.92 ટકા મતદાન નોધાયું છે આ તમામ 13 રાજ્યની 88 લોક સભા સીટ માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કામગીરી ચાલશે જેથી આવનાર ત્રણ કલાક બાદ તમામ બેઠકમાં મતદાન ટકાવારીમાં વધારો થવાની પુરેપૂરી શક્યતા છે.
બીજા તબક્કા માટે યોજાઈ રહેલ મતદાન પ્રકિયા સુપરે પાર પાડવા 1.67 લાખ પોલીંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે જયારે 16 લાખ પોલીંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે અને આ બીજા તબક્કામાં 15.88 કરોડ મતદાતા નોધાયેલા છે જેમાં 8.08 કરોડ પુરુષ મતદારો અને 7.08 કરોડ મહિલા મતદાતા આજે તેના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 34.08 લાખ મતદાતા તેના મતાધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરશે. 3.28 મતદાતાઓ યુવા મતદાતાઓ છે જેમની ઉમર 20થી 29 વર્ષના છે. આ ઉપરાંત 14.78 લાખ મતદારો 85 વર્ષ કે તેથી વધુ વયના છે. 42226 મતદારો 100 વર્ષ કે તેથી વધુ વયના નોધાયેલ છે.

મધ્ય પ્રદેશની બેતુર લોકસભા બેઠકના બસપાના ઉમેદવારનું આકસ્મિક અવસાન થતા આ બેઠકનું મતદાન મુલતવી રાખવામાં આવ્યું હતું.આગામી 7 મે ના રોજ યોજાનારા ત્રીજા તબક્કાના મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવશે. આ 88 લોક સભા બેઠક પર 1202 ઉમેદવારો તે તેની દાવેદારી નોધાવી છે જેનું ભવિષ્ય આજે ઈવીએમમાં સીલ થઇ જશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page