Wednesday, May 15, 2024
HomeGujaratસ્ટેશન પર ટ્રેન તો આવી છતાં મુસાફરો મૂંઝાયા જાણો શું હતો સમગ્ર...

સ્ટેશન પર ટ્રેન તો આવી છતાં મુસાફરો મૂંઝાયા જાણો શું હતો સમગ્ર મામલો

આમ તો મોરબી જીલ્લો એ ઉદ્યોગ નું હક ગણાય છે પરંતુ અહીં ઘણી બધી સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ મોરબી વાસીઓ સારી રેલવે માગી રહ્યા છે પરંતુ મોરબીને આ દિન સુધી સારી રેલવે સુવિધાઓ નથી મળી. જો મોરબી વાસીઓને રેલવેની મુસાફરી કરવી હોય તો સામખીયારી અથવા તો વાંકાનેર જવું પડે છે ત્યારે મોરબી થી વાંકાનેર જવા માટે ડેમો ટ્રેન સતત દોડાવી પડી રહી છે જોકે આ ડેમો ટ્રેનમાં પણ ક્યારેક મુસાફરોને હેરાનગતિ થતી નજરે જોવા મળી રહી છે

મોરબી થી વાંકાનેર વચ્ચે સતત દોડતી ડેમો ટ્રેન મુસાફરોને યોગ્ય સમયે પહોંચાડવામાં ક્યારેક થાપ થઈ જતી હોય છે તો ક્યારેક મુસાફરો રજડી પડતા હોય છે ત્યારે આજરોજની જો વાત કરીએ તો સવારે 6:00 વાગે પ્રથમ મોરબી થી વાંકાનેર ડેમો ટ્રેન ઉપડી રહી છે અને ડેમો ટ્રેન તો આવી ગઈ પરંતુ સ્ટેશન પર ટીકીટ ક્લાર્ક ન આવતા 45 જેટલા મુસાફરો પોતાના કામ કાજે છતાં રજડી પડ્યા હતા

બનાવો અંગે મળતી માહિતી મુજબ જો વાત કરીએ મોરબી રેલ્વે સ્ટેશનથી રાબેતા મુજબ આજે ડેમુ ટ્રેન વહેલી સવારે વાકાનેર જવા ઉપડી હતી અને નિયત સમએ મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી જોકે રેલ્વે સ્ટેશન પર ટિકિટ ક્લાર્ક સમયસર ના આવતા 45 જેટલા મુસાફરો અટવાયા હતા ટીકીટ ન મળવાના કારણે મુસાફરોએ હલ્લાબોલ કર્યો હતો જેના કારણે સવાર પહોરમાં સ્ટેશન પર મુસાફરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો જે બાદ ડેમો ટ્રેનના ગાર્ડ દ્વારા તમામ મુસાફરોને ટ્રેનમાં બેસાડીને વ્યવસ્થા કરી આપી હતી

ઉલ્લેખનીય છે કે મોરબી ને સારી ટ્રેન તો નથી મળી રહી પરંતુ જે ડેમો ટ્રેન છે તેમાં પણ અવારનવાર હેરાનગતિના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે શું ખરેખર મોરબીને જે વિકાસની હરણફાળ મળવી જોઈએ તે મળશે તેવા સવાલ થઈ રહ્યા છે શું ખરેખર મોરબીને સારી રેલવે વ્યવસ્થાઓ મળી રહેશે કે પછી સામખીયારી કે વાંકાનેર થઈ અને અન્ય ટ્રેનમાં જવું પડે છે
સૌથી મોટો સવાલ છે જે પ્રકારે મોરબીમાં ઉદ્યોગ વિકસી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય માંથી શ્રમિકો મોરબી અથવા તો મોરબી થી અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે તેને યોગ્ય રેલવે વ્યવસ્થાઓ મળશે તેઓ સવાલ થઈ રહ્યો છે આમ તો વર્ષો થયા ઉદ્યોગકારો તેમજ મોરબી વાસીઓ અનેક રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આ દિન સુધી સારી રેલવે વ્યવસ્થાઓ નથી આપવામાં આવી ત્યારે હવે જોવાનું રહ્યું કે મોરબીને સારી રેલવે વ્યવસ્થાઓ ક્યારે મળશે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,963FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW