Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીના લક્ષ્મીનગર અંધજન મંડળ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબીના લક્ષ્મીનગર અંધજન મંડળ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

લોકસભાની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ ખાતે આવેલ અંધજન મંડળ ખાતે  મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ તકે જિલ્લા કલેકટરે જણાવ્યુ હતું કે ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ હોય અને આગામી ૭મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજનાર છે. ત્યારે મોરબી જિલ્લો સમગ્ર દેશમાં મતદાન કરવામાં અગ્રેસર રહે તેવા પ્રયાસો સાથે મળી સૌને વધુને વધુ મતદાન કરવા જઈએવધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે મતદારો ઘર બેઠા મતદાન કરવા માંગતા હોય તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા તેમજ વાહન, પ્રતિનિધિ કે વ્હીલ ચેરની જરૂરિયાત હોય તેમના માટે પણ આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે ૫૫૮ જેટલા દિવ્યાંગ મતદારોએ વ્હીલ ચેરની જરૂરિયાત છે તેમના માટે સંલગ્ન મતદાન બુથ ઉપર વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત અંધ મતદારો માટે બ્રેઈન લિપિની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં કલેક્ટરે લક્ષ્મીનગર અંધજન મંડળ સંસ્થાના ૧૦૦% સભ્યો મતદાન કરે અને એક આદર્શ બનાવે તે માટે પણ વિનંતી કરી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ અવશ્ય મતદાન કરવા માટે શપથ પણ લીધા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,963FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW