Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી ચેમ્બરમાં બાળક પડ્યું, રાહદારીઓએ બહાર કાઢી જીવ બચાવ્યો

મોરબીમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી ચેમ્બરમાં બાળક પડ્યું, રાહદારીઓએ બહાર કાઢી જીવ બચાવ્યો

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બર ખુલ્લી હાલતમાં જોવા મળતી હોય છે અને આ ચેમ્બરમાં અવાર નવાર વાહન ફસાતા અકસ્માત પણ થતા હોય છે તેમ છતાં પાલિકા તંત્રની આવી ગંભીર બેદરકારીમાં પણ આંખ આડા કાન કરવાની નીતિ ક્યારેક કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ પર જોખમ ઉભું કરી દેતું હોય છે.

સ્ટેશન રોડ વિસ્તારમાં આવી જ એક ગંભીર બેદરકારીએ નિર્દોષ બાળકનો જીવ જોખમમાં મુક્યો હતો મળતી માહિતી મુજબ મોરબીના સ્ટેશન રોડ પર મેડીકલ કોલેજ નજીક રોડ પર આવેલ ભૂગર્ભ ગટરની ખુલ્લી ચેમ્બરમાં એક બાળક અચાનક તેમાં પડી ગયું હતું અચાનક બાળક તેમાં પડતા રાડરાડ કરી મૂકી હતી જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓને ધ્યાન જતા તાત્કાલિક બાળકને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો અને બાળક વધુ સમય રહે તે પહેંલા બહાર કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો
ઘટના સમયે લોકોની અવર જવર હોવાથી વહેલી તકે બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો જોકે દરેક વખતે નસીબ આવું સારું નથી હોતું જેથી ફરીવાર આવી ઘટના ન બને તે માટે તંત્ર વહેલી તકે ભૂગર્ભ ગટરની ખુલ્લી ચેમ્બર બંધ કરવામાં આવે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,963FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW