Wednesday, May 15, 2024
HomeGujaratસુરતમાં રાજકારણમાં આવ્યો ગરમાવો, કોંગ્રેસ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ થયું રદ !જાણો...

સુરતમાં રાજકારણમાં આવ્યો ગરમાવો, કોંગ્રેસ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ થયું રદ !જાણો શું છે મામલો

હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહી છે ગુજરાતમાં આગામી ૭ મેં ના રોજ ત્રીજા તબક્કા નુ મતદાન યોજાવવાનું છે અને તેને લઇ તમામ બેઠક પર 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી અને આ મુદત પૂર્ણ થયા બાદ તમામ 26 બેઠકમાં ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મ ચકાસણી શરુ થઇ હતી આ દરમિયાન સુરત લોક સભા બેઠક પર મોટો રાજકીય ડ્રામા શરુ થયો હતો.



સુરત લોકસભા સીટ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મૂળ સૌરાષ્ટ્રના વતની અને પાટીદાર અનામત આંદોલન સમયમાં સક્રિય એવા નીલેશ કુંભાણી પર પસંદગી કરવામાં આવી હતી આ ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદથી છાના છુપી રીતે કોંગ્રેસમાં નારાજગી હોવાના સસમાચા હતા જોકે સુરતની આ બેઠક પર રાજકીય ગરમાવો ત્યારે આવ્યો જયારે ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અને તેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હોવાનો દાવો કર્યો કે, ઉમેદવારો ફોર્મમા કરેલી સહી આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો.

તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.
આ ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના વકીલ હાઇકમાન્ડ કહેશે એ પ્રમાણે હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં જઈશું. આ ઓર્ડર કોર્ટમાં કેટલો ટકશે એ ભગવાન જાણે. રાત્રે હાઇકોર્ટ ખોલાવીશું.

બીજી તરફ અમદાવાદમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હું કે, નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી. ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવા માગ કરી છે. બંનેમાં થયેલી સહી એક જ વ્યક્તિઓની છે. ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે. કોંગ્રેસની લીગલ ટીમ હાઇકોર્ટમાં જશે. બી.એમ. માંગુકિયા અમદાવાદ આવા રવાના થયા છે. ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી. પુરુષોત્તમ રૂપાલાના કેસમાં અપક્ષ ઉમેદવાર વાંધો લીધો હતો. અમે કોઈપણ ઉમેદવાર સામે વાંધો નથી ઉઠાવ્યો. ફોર્મ રદ કરાવવા કરતા અમે જનતા દરબારમાં જાવાનું પસંદ કરીશું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,964FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW