HomeGujaratરૂપાલા વિવાદ મામલે મોરબીના રાજપૂત કરણી સેનાની બેઠક યોજાઇ

રૂપાલા વિવાદ મામલે મોરબીના રાજપૂત કરણી સેનાની બેઠક યોજાઇ

ઇવીએમના કારણે રૂપાલા જીતશે તો પહેલો ઘા મારો હશે : કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા

ગુજરાતની તમામ લોકસભાની બેઠકોમાં ભાજપને હરાવવા માટે ક્ષત્રિયોએ મેદાને

રાજકોટની લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હટાવવા માટે રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજની લડાઈ હવે આરપારની બની ગઈ છે. એક બાજુ ભાજપ રૂપાલાને કોઈ કાળે હટાવવા તૈયાર નથી. સામે પક્ષે રાજપૂત કરણી સેના રૂપાલાને હટાવવા માટે જરાય નમતું જોખવા તૈયાર નથી. ત્યારે આ લડાઈને વધુ મજબૂત બનાવવા માટે મોરબીના મધુપુર ગામે રાજપૂત કરણી સેનાની યોજાયેલી બેઠકમાં ઇવીએમના કારણે રૂપાલા જીતશે તો પહેલો ઘા મારો હશે તેમ કરણી સેનાના મોરબીના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

કરણી સેનાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હોય રૂપાલાને હટાવવાના ઉદેશથી ક્ષત્રિયોને લડત ચાલી રહી છે. રૂપાલાની ટિકિટ કેન્સલ કરવી એવી ક્ષત્રિયોની બુલંદ માંગ સામે ભાજપે એક વ્યક્તિ માટે આખા સમાજને તારવી દીધો હોય રાજપૂતો પોતાના આન બાન અને શાન માટે હંમેશા પોતાની આહુતિ આપતા પણ અચકાયા ન હોય હવે ગુજરાતમાં ભાજપને હરાવવો એક અમારો લક્ષ્ય છે. હવે ભાજપની આપખુદશાહીને ચલાવી નહિ લેવાય અને ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયો વધુને વધુ મતદાન કરીને ગુજરાતની તમામ બેઠકો પર કમળને કચડી ભાજપને હરાવીને જંપશે તેવો લલકાર કર્યો હતો. હવે ઇવીએમમાં સેટિંગ છે તે સૌ કોઈ જાણે છે પણ આવું કઈ થશે. તો રૂપાલા સાથે જે કઈ થશે તે કરવા વાળો હું પ્રથમ વ્યક્તિ હોઈશ તેવો હુંકાર કર્યો હતો. શક્ત શનળાથી ધર્મ રથ ફરશે અને આખા મોરબી જિલ્લામાં ફરશે.વધુમાં તેઓએ યુવાનોને અપીલ કરી હતી કે અગ્રણીઓને નજર કેદ કરવામાં આવે ત્યારે ભાજપની જ્યાં ક્યાંય મિટિંગ કે સભાઓ હોય ત્યાં કાળા વાવટા લઈને કાયદામાં રહીને વિરોધ યથાવત રાખવામાં આવે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW