HomeGujaratમોરબીના આમરણમાં જુના ઝઘડાનો ખાર રાખી વૃધ્ધને મારી નાખવાની ધમકી આપી

મોરબીના આમરણમાં જુના ઝઘડાનો ખાર રાખી વૃધ્ધને મારી નાખવાની ધમકી આપી

મોરબીના આમરણ ગામમાં રહેતા નાથાલાલ છગનભાઈ સાવરિયા નામના વૃદ્ધ ગામના બસ સ્ટેશન પાસે રામાભાઈ ચા વાળાની દુકાને બેઠા હતા તે દરમિયાન ફડસર ગામનો નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઈ કુંભારવાડીયા નામનો શખ્સ તેના બાઈક પર આવી ચઢ્યો હતો અને એક વર્ષ પહેલા નાથાભાઈ સાથે હનુમાનજી મંદિર પાસે અસામાજિક પ્રવુતિ ચલાવવા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી તેમની સાથે ઝઘડો કર્યો હતો અને તેની સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે નાથાભાઈએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ અંગે તાલુકા પોલીસે આરોપી નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઈ કુંભારવડીયા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW