Wednesday, May 15, 2024
HomeGujaratUPSC ફાઈનલ પરિણામ જાહેર, 25 ગુજરાતી સહિત 1016 ઉમેદવાર થયા ઉતીર્ણ

UPSC ફાઈનલ પરિણામ જાહેર, 25 ગુજરાતી સહિત 1016 ઉમેદવાર થયા ઉતીર્ણ

કેન્દ્રિય સેવા આયોગ દ્વારા dr વર્ષે લેવામાં આવતી UPSCની ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1016 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જેમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જ્યારે જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો પાસ થયા છે. તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે.આ 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા,કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે.UPSCમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રૂપ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રૂપ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,964FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW