મુસ્લિમ બિરાદરોએ એક મહિના સુધી રોજા રાખ્યા બાદ ૩૦ રોજા પૂર્ણ થયા હતા અને આજે ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.મોરબી શહેરમાં જૂના બસ સ્ટેશન ખાતે આવેલ ઈદગાહ મસ્જિદ પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરવા આવી પહોંચ્યા હતા. ઈદ પર્વ નિમિતે નમાઝ અદા કર્યા બાદ એક બીજાને ગળે મળી ઈદ પર્વની મુબારક પાઠવી હતી. આ પૂર્વે સવારે 8 વાગ્યે ગ્રીન ચોકમાં આવેલા જુમા મસ્જિદથી લઇ નેહરુ ગેટ, જુના બસસ્ટેન્ડ સુધી જુલુસ નીકળ્યું હતું અને દરગાહ ખાતે નમાજ અદા કરવામાં આવી હતી.
સાથે જ નવાડેલા રોડ, પરા બજાર, નેહરુ ગેટ, ગ્રીનચોકથી કુબેરનાથ, ખાટકી વાસ, ભરવાડ શેરી, મોચી ચોક પાસે આવેલી હૈદરી મસ્જિદ ખાતે નમાજ પઢવામાં આવી હતી. ઈદ નિમિતે આ ઉજવણીમાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.

