Wednesday, May 15, 2024
HomeNationalInter Nationalમોઝામ્બિકમાં 130 લોકો ભરેલી બોટ પલટી, 91 લોકોના મોત : કોલેરા બચવા...

મોઝામ્બિકમાં 130 લોકો ભરેલી બોટ પલટી, 91 લોકોના મોત : કોલેરા બચવા ભાગતા લોકો સાથે દુર્ઘટના સર્જાઈ

દક્ષિણ-પશ્ચિમ આફ્રિકન દેશ મોઝામ્બિકના ઉત્તરી કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતાં 90થી વધુ લોકોના મોત થયા છે. હોવાનું સામે આવી સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી સામે આવી છે જે બોટ પલટી તે એક માછીમારી બોટ હતી જે લોકોને પરિવહન કરવા માટે ફેરવવામાં આવી રહી હતી.આ વિસ્તારમાં કોલેરાની બીમારી બેકાબુ થઇ જતા તેનાથી બચાવા 130 વધુ લોકો બોટમાં બેસી સલામત સ્થળે જવા નીકળ્યા હતા જોકે નમપુલા પ્રાંત નજીકના એક ટાપુ પર પહોંચવાનો પ્રયાસ કરતી વખતે મોજાંથી અથડાઈને બોટ નિયંત્રણ બહાર ગઈ ત્યારે આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલાઓમાં ઘણા બાળકો પણ સામેલ છે.

ન્યૂઝ એજન્સી એએફપીએ નામપુલા સ્ટેટ સેક્રેટરી જેમી નેટોના હવાલાથી જણાવ્યું હતું કે બોટ મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવી ન હતી અને તેમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા, જેના કારણે તે ડૂબવા લાગી. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકો પણ સામેલ છે. રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં પાંચ લોકોને જીવતા બચાવવામાં સફળતા મેળવી છે અને અન્યની શોધખોળ ચાલુ છે. જો કે દરિયામાં ઉછળેલા મોજાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નેટોએ જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરો કોલેરા વિશેના ડરને કારણે મુખ્ય ભૂમિમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા હતા. મોઝામ્બિક, વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક, સરકારી આંકડાઓ અનુસાર, ઓક્ટોબરથી અત્યાર સુધીમાં રોગના લગભગ 15,000 કેસ અને નબળા પાણીના કારણે 32 મૃત્યુ નોંધાયા છે. નમપુલા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. એક તૃતીયાંશ કેસ અહીંથી જ નોંધાયા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,964FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW