ગામને જોડતો મુખ્ય રોડ ટુ લાઈન કરવા વર્ષો જૂની માગણી સ્વીકારવાનો જિલ્લા પંચાયત પાસે સમય નથી
મચ્છુ નદીના કાઠે આવેલ વનાળીયા ગામ 250 વર્ષ જૂનું છે. 11 ઓગસ્ટ 1979મા આવેલા જળ હોનારતમાં આખું ગામ તહસ નહસ થઈ જતાં રામ કૃષ્ણ મિશન દ્વારા નવું ગામ મચ્છુ નદીથી દૂર વસાવવામાં આવ્યું હતું. 1981માં આં નવા ગામમાં રોડ રસ્તા પાણી આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળા સહિતની તમામ સુવિધા રામ કૃષ્ણ મિશન દ્વારા પૂરી પાડવામાં આવી હતી અને આ ગામનું લોકાર્પણ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું.ગામમાં આયુર્વેદીક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ નવલખી રોડ થી વનાડીયાને જોડતો પાકો રોડ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ હતી સમય જતાં ધીમે ધીમે વહીવટી તંત્રે ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓરમાયું વર્તન શરૂ કર્યું હોય તેમ ધીમે ધીમે સુવિધાઓ છીનવવા લાગી અને પરિણામે ગામમાં રહેતા લોકો ગામ છોડી મોરબી તરફ વસવાટ કરવા લાગ્યા હાલ ગામની વસ્તી 2500ની છે જેમાં હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો હળીમળીને રહે છે.

જોકે તંત્ર સુવિધા ઉપલબ્ધ ન કરાવી શકતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગામની નજીક મચ્છુ નદી પસાર થતી હોવાથી ગામમાં ભારે ટ્રક નીકળતા હતા જેના કારણે ગામ લોકો ભયના ઓથાર નીચે જીવતા હતા જોકે લાંબા સમય સુધી હાડમારી વેઠયા બાદ ગામલોકો જાગૃત થઈ આં ખનીજ ચોર તત્વો સામે થતાં તંત્રને કાર્યવાહી કરવા મજબૂર થયું હતું પરિણામે ગામના હાલ આં ટ્રક અવર જવર બંધ થઈ ગઈ છે.જોકે આ ટ્રકના કારણે રસ્તો જર્જરિત થઈ ગયો હતો.આજની સ્થિતિ વાહનની અવર જવર વધુ હોવાથી ગામ લોકો રસ્તો ડબલ ટ્રેક કરવા માગણી કરી રહ્યા છે પરંતુ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ જાણે કાન સુધી વાત પહોંચી ન હોય તેમ માત્ર પેચ વર્ક કરી રોડની કામગીરી પૂર્ણ કરી દીધું હતું.ભૂતકાળમાં આયુર્વેદીક આરોગ્ય કેન્દ્ર પણ ચાલતું હતું જે હવે બંધ થઈ જતાં આરોગ્ય સુવિધા માટે અન્ય ગામમાં જવું પડે છે આ ઉપરાંત તાજેતરમાં અહીથી નવો નેશનલ હાઇવે નીકળવાનો હોય અને ગામની મોટી જમીન કપાતમાં જવાની હોવાની પણ વાત છે ખેતીની જમીન કપાત થતાં એની આજીવિકા પર મોટું સંકટ ઊભું થતાં ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.

