રાજ્ય સરકાર મોરબી જિલ્લામાં દ્વારા સોલાર અને પવન ચક્કી થી ઉત્પન્ન થતી વીજળી સબસ્ટેશન સુધી લઇ જવા ખાનગી કંપનીની નીમી હતી જોકે વાંકાનેર તાલુકાથી ટંકારા તાલુકાના વીરવાવ સુધી વીજ લાઈન વહન માટે વીજતાર એન વીજ પોલ ફીટ કરવાના હોય તે અંગે કોઈ ચોક્કસ ગાઇડ લાઈન ન હોવાથી 35 કિમી લાંબી વીજ લાઈન નાખી દીધી છે અને આ કંપની દ્વારા એક પણ ડીપાર્ટમેન્ટ પાસેથી મંજુરી ન લેવામાં આવી હોવાનો ગ્રામજનો દ્વારા દાવો કરાયો છે આ ઉપરાંત અડે ધડ થતી કામગીરીથી ગ્રામજનોને હાલાકી પડે છે તેવી ફરિયાદ પણ અવાર નવાર ઉઠી છે.
આ કંપની દ્વારા આડે ધડ રોડ પર ખાડા માર્ગ તેમજ જાહેર મિલકતની જમીનમાં વીજ પોલ નાખી દેતા હોવાની ફરિયાદ ઉઠતી રહે છે આ બાબતે અનેક વખતે સ્થાનિક કચેરી થી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી જેના કારણે ગ્રામજનોન છૂટકે હાઇકોર્ટ ના દ્વાર ખખડાવવા પડ્યા હતા ટંકારા મામલતદાર દ્વારા કરેલ પંચનામા પણ આ કંપની દ્વારા નદી વોકળા તળાવમાં ટ્રાન્સમિશન લાઈન નાખી હોવાના ઉલ્લેખ હોવા છતાં જોઈ યોગ્ય એક્શન ન લેવાતા નેકનામ ગામના શક્તિસિંહ ઝાલા તેમજ કૃષ્ણ સિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેકટરને આગામી દિવસમાં તેની સમસ્યાનો ઉકેલ નહી આવે તો મતદાન બહીસ્કાર કરવા ની તેમજ કલેકટર અને મામલતદારને હાઈકોર્ટમાં લઇ જવાની ચીમકી આપવામાં આવી છે
ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઇ ઓપન હિયરીગ કરાયું છે અને યોગ્ય કાર્યવાહી કરી છે
ટંકારા તાલુકાના ગામમાંથી આવી ફરિયાદ મળી છે અને તેને લઇ ફરીયાદી પક્ષ અને કંપનીને બોલાવી હિયરીંગ કરવામાં આવ્યું છે ગ્રામજનોની માંગણીનો યોગ્ય ઉકેલ લાવવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે જોકે પ્રશ્ન લાંબા સમયથી ચાલતો હોય જેથી તેનો ઉકેલ લાવતા થોડો સમય લાગી શકે છે ગ્રામજનોને આ બાબતે અમે સમજાવીશું તેમ જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું

