HomeGujaratકચ્છ લોકસભામાં આવતા મોરબી માળિયામાં ચૂંટણી કામગીરીની સમીક્ષા કરતા કચ્છ કલેકટર અમિત...

કચ્છ લોકસભામાં આવતા મોરબી માળિયામાં ચૂંટણી કામગીરીની સમીક્ષા કરતા કચ્છ કલેકટર અમિત અરોરા

મોરબી જિલ્લામાં આવેલ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારનો કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થાય છે ત્યારે કચ્છના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત અરોરાએ મોરબી જિલ્લાની મુલાકાત લઈ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજવામાં આવી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પોલિટેક્નિક કોલેજ, ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લીધી હતી.લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે અને ચૂંટણીને પગલે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ સંસદીય
મત વિસ્તારમાં સમાવિષ્ટ મોરબી ૬૫-વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવેલા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી, જિલ્લામાં ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમ અને વિશિષ્ટ મતદાન મથકો, મતદારો માટેની વિવિધ સુવિધાઓ વગેરે બાબતે સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્રને વિવિધ સૂચનો પણ કર્યા હતા.૬૫-વિધાનસભા મતવિસ્તારની મુલાકાત દરમિયાન અમિત અરોરાએ મોરબી વિધાનસભા
મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘુંટુ ગામે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબી કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી, મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા, કચ્છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈ, મોરબી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, મોરબી પ્રાંત
અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW