HomeGujaratપરસોત્તમ રૂપાલાની તરફેણમાં મહેન્દ્રનગરમાં સભા યોજાઇ, જંગી બહુમતીથી જીતાડવાનો નિર્ણય લેવાયો

પરસોત્તમ રૂપાલાની તરફેણમાં મહેન્દ્રનગરમાં સભા યોજાઇ, જંગી બહુમતીથી જીતાડવાનો નિર્ણય લેવાયો

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ઘરની અંદર રાજકોટ લોકસભાની બેઠક ને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જે પ્રકારે પરસોતમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી જોકે પરષોત્તમ રૂપાલા દ્વારા ત્રણ ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી પણ માગવામાં આવી હતી છતાં પણ વિરોધ શાંત નથી થઈ રહ્યો ત્યારે હવે પરસોતમ રૂપાલા ની તરફેણ ની અંદર મોરબી ના મહેન્દ્રનગર ગામે સભા યોજાઇ હતી જેમાં સમસ્ત ગામ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ને જંગી બહુમતીથી જીતાડવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો હતો સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ પરસોતમ રૂપાલા ની તરફેણમાં અનેક સંસ્થાઓ તેમજ ઘણા બધા ક્ષમાજો આવી રહ્યા છે.તેવામાં મોરબી ના મહેન્દ્રનગર ગામે પણ આજે રાત્રી સભા યોજી અને પરષોત્તમ રૂપાલા ને જંગી બહુમતીથી જીતાડવાનો નિર્ણય કર્યો હતો
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ દ્વારા જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તેના કારણે આજે ક્ષત્રિય સમાજ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માત્ર પુરુષોત્તમ રૂપાલા નો જ વિરોધ છે નહીં કે પાટીદાર સમાજ કે અન્ય સમાજનો જોકે હાલ મોરબીના મહેન્દ્રનગર ગામમાં રાત્રી સભા યોજી અને પરસોત્તમ રૂપાલાને જંગી બહુમતીથી જીતાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW