રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા તિરુપતિ પાર્કમાં રહેતા સુરેશભાઇ મોહનભાઇ લીંબાસીયા નામના 52 વર્ષીય આધેડને લાંબા સમયથી મોઢામાં અવાર નવાર ચાંદા પડવાની બીમારી હોય સારવાર કરવા છતાં બીમારી દુર ન થતા ગઈ કાલે વાંકાનેર તાલુકામાં આવેલા તેમના ગામ કોટડા નાયાણીમ આવ્યા હતા અને પોતાની વાડીએ જઈ પહેલા જંતુનાશક દવા પી લીધી હતી બાદમાં ગળે ફાંસો લગાવી લેતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાંકાનેર પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે