લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ એક તરફ રાજકીય પક્ષ દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને તેમના ગત 5 વર્ષમાં કરેલા કામની ગણતરી કરાવી રહ્યા છે અને અને પક્ષને ફરી મતદાન કરવા અપીલ કરી રહ્યા છે બીજી તરફ એસોશિએશન ઓફ ડેમોક્રેટિક રીફોર્મ (ADR) નો તમામ સાંસદોનો રીપોર્ટ કાર્ડ જાહેર કરાયો છે આ રીપોર્ટ કાર્ડમાં ગુજરાત ના 26 સાંસદની હાજરી, પુછાયેલ પ્રશ્નો ની સંખ્યા તેમજ ગ્રાન્ટ વપરાશ સહિતના આંકડા રજુ કરવામાં આવ્યા છે જોકે આ કાર્ડમાં રાજકોટ સાંસદ મોહન ભાઈ કુંડારીયા તેની ગ્રાન્ટ ઉપયોગ કરવામાં કંજુસાઈ કરી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે સાંસદ મોહનભાઈએ તેમના સંસદીય વિસ્તારમાં માત્ર 5 કરોડ જેટલો જ ખર્ચ કરી શક્યા હતા જોકે તેની હાજરીની વાત કરીએ તો સાંસદ સત્ર માં તેની 86.8 ટકા હાજરી હતી અને 342 પ્રશ્ન પુછ્યા હતા કચ્છ મોરબી બેઠકના સાંસદ વિનોદ ચાવડાનો રીપોર્ટ કાર્ડ જોઈએ તો તેમને તેઓએ આ કાર્યકાળમાં 9.5 કરોડ જેટલું ફંડ વાપર્યું હતું. તો સાંસદ સત્રમાં 72.9 ટકા હાજરી આપી અને 103 પ્રશ્ન પૂછ્યા હતા જામનગરના સાંસદ પુનમ માડમે પણ 9.5 કરોડ ફંડ વાપર્યું હતું આ ઉપરાંત 84.6 ટકા હાજરી આપી અને 263 પ્રશ્ન પૂછ્યા હતા આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદ ડો મહેન્દ્ર મુજ્પરાએ રૂ 7 કરોડની ગ્રાન્ટ ખર્ચ કરી હતી અને સંસદ સત્રમાં 71.8 ટકા હાજરી આપી હતી માત્ર 14 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.

