મોરબીમાં એસ.એમ.સી દ્વારા કરવામાં આવેલ રેડમાં દોઢ કરોડનો દારૂ ઝડપાયા બાદ રાજ્ય પોલીસવડા દ્વારા મોરબીના બે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ આ સસ્પેન્સન કેટલું વ્યાજબી ? આ સવાલ હાલ સમગ્ર મોરબીમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે જે પરિસ્થિતિઓ હતી તે પરિસ્થિતિમાં એલસીબી પીઆઇ આ રેડ બાબતમાં કેટલા બેદરકાર ? એ વિચાર માગી લેતો પ્રશ્ન છે.
સામાન્ય રીતે કોઈ જિલ્લામાં એસ.એમ.સી દ્વારા રેડ કરવામાં આવે અને દારૂનો મોટો જથ્થો ઝડપાય ત્યારે જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ એલસીબી પીઆઇ સીધા જ શંકાના દાયરામાં આવી જતા હોય છે અને તેમની સામે ગંભીર બેદરકારી બદલ પગલાં લેવાતા હોય છે મોરબીના લાલપર ગામે એસએમસી દ્વારા રેડ કરીને દોઢ કરોડનો દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો આ કેસમાં પણ આવી જ રીતે બેદરકારી ગણીને મોરબી તાલુકા પીઆઇ કે.એ વાળા તેમજ એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સામાન્ય દ્રષ્ટિ એ જોતા આ કેસમાં વધુ બરાબર થયું હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ પરંતુ જો ખાસ એલસીબી પીઆઇ માટે વાત કરવામાં આવે તો આ પગલું લેવાતા પહેલા તેમની સ્થિતિ સમજવાની બરાબર કોશિશ જ ન થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે
સમગ્ર વિષય એવો છે કે જો કોઈ વ્યક્તિને હળવદ જ બેસવા માટે લેખિત ઓર્ડર આપવામાં આવ્યો હોય તો મોરબીમાં બનતી કોઈ ઘટના માટે તેમને સીધા જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય ? તેમની સ્થિતિ પણ કોઈ પગલાં લેવાય તે પહેલા જોવી જરૂરી બની જતી હોય છે. પરંતુ આ વિષયમાં એક તરફી નિર્ણય લેવાયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબી પોલીસનો જૂથવાદ આમ તો ઘણા સમયથી જિલ્લામાં ચર્ચાનો વિષય હતો જિલ્લા પોલીસ વડા દ્વારા તા.18/9/2023 ના રોજ એલસીબી પીઆઇ ને હળવદનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો અને લેખિત ઓર્ડરમાં જ તેમને હળવદ કેમ્પ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો અને અચાનક તા.15/3/2024 ના રોજ હળવદ ખાતે આર.ટી વ્યાસને રેગ્યુલર પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા ત્યારે એલસીબી પીઆઇ ને મોરબી આવવાનો રસ્તો ખુલ્લો થયો તેમ કહી શકાય બસ આ વાતને પાંચ દિવસ વીત્યા ત્યાં એસએમસી દ્વારા મોરબીના લાલપર ખાતે એક ગોડાઉનમાં રેડ કરવામાં આવી અને ત્યાંથી દોઢ કરોડની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો
હવે કેટલાક સવાલો ઊભા થાય છે
(1) શુ પગલાં લેવાતા પહેલા આ ઓર્ડરને ધ્યાનમાં લેવાયા હતા ?
(2) બીજા પીઆઈ હોવા છતાં કેમ એલસીબી પીઆઈ ને જ હળવદનો વધારાનો ચાર્જ અપાયો ?
(3) ચાર્જ સાથે હળવદ બેસવાની લેખિત સુચના પાછળ શું રહસ્ય હતું ?
(4) રેડના પાંચ દિવસ પહેલા જ હળવદનો ચાર્જ છોડાવી મોરબી લાવવા એ જોગાનું જોગ હતું કે વિચારીને લેવાયેલું પગલું ?
(5) જે અધિકારી મોરબીમાં હાજર જ ન રહી શકતા હોય તેમને મોરબીની ઘટના માટે જવાબદાર ગણવા કેટલુ વ્યાજબી ?
પોલીસ અધિકારીઓ સામે ગંભીર બાબતોમાં કડક પગલાં ભરાય તેમાં કંઈ જ ખોટું નથી પગલાં તો લેવવા જ જોઈએ પરંતુ જે તે સ્થિતિનું બરાબર અભ્યાસ થાય અને જે તે અધિકારીની બેદરકારીના પૂરતા પુરાવા હોય એ પણ જોવું જોઈએ ઉચ્ચ અધિકારીની ભૂલનો ભોગ પીઆઇ લેવલના અધિકારી નથી બની રહ્યા ને ? તે બાબત ચકાસવી જરૂરી થઈ થઈ જાય છે પરંતુ કદાચ આ ઘટનામાં એલસીબી પીઆઇ ને બલીનો બકરો બનાવાયા હોય તેવી ચર્ચા મોરબીમાં હાલ થઈ રહી છે.

